ભવિષ્યને લઈને ઘણા લોકો ચિંતા કરે છે, પરંતુ ઘણા ઓછા લોકો આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારી કરતા હોય છે. જો આપણે નોકરી ગુમાવીએ અથવા વ્યવસાયમાં નુકસાન સહન કરીએ, તો થોડા દિવસો માટે આપણી પાસે શું હોવું જોઈએ? જેનાથી થોડા દિવસો સુધી આ સમસ્યા સામે આપણે લડી શકીએ. આવી સ્થિતિ માટે એક્સપર્ટ ઇમરજન્સી ફંડની ભલામણ કરે છે. દરેક વ્યક્તિએ પોતાના ખર્ચાઓના આધાર પર ઈમરજન્સી ફંડ બનાવવું જોઈએ.ઇમરજન્સી ફંડ રાખવાથી લોકો આર્થિક રીતે મજબૂત બને છે. જોકે, ઘણા લોકોના મનમાં એ સવાલ હોય છે કે ઇમરજન્સી ફંડને બેંકમાં રાખવું જોઈએ કે રોકાણ કરવું જોઈએ.

કેટલું હોવું જોઈએ ઈમરજન્સી ફંડ?

જો તમે તમારી નોકરી ગુમાવો છો અથવા તમારી આવક બંધ થઈ જાય છે, તો પણ તમારું કામ થોડા દિવસો સુધી સરળતાથી ચાલતુ રહે, તે માટે કેટલાક પૈસા ફંડ તરીકે જમા કરવામાં આવે છે. આ જમા પૈસાને જ ઈમરજન્સી ફંડ કહેવાય છે.તમારા ખર્ચા અને જરૂરિયાતોને આધારે, તમારી 3 થી 6 મહિનાની માસિક આવક જેટલું ઇમરજન્સી ફંડ રાખવું સલાહભર્યું છે.

કેવી રીતે બનાવવું ઈમરજન્સી ફંડ?

એક્સપર્ટનું માનવું છે કે તમારે ઈમરજન્સી ફંડને સેવિંગ એકાઉન્ટમાં રાખવું જોઈએ. આવું એટલા માટે કારણ કે ઈમરજન્સીના સમયે તમે સરળતાથી ખાતામાંથી પૈસા ઉપાડી શકો. જો કે સેવિંગ એકાઉન્ટમાં ફંડ રાખવાથી તમને વધુ વ્યાજ નહીં મળે. આવી સ્થિતિમાં ઈમરજન્સી ફંડનો થોડોક ભાગ સુરક્ષિક રોકાણ વિકલ્પોમાં રોકવો જોઈએ. જેથી જો કે તમારે રોકાણ કરતા પહેલા પૈસા ઉપાડવાની પુરી જાણકારી લઈ લેવી જોઈએ. જેથી ઈમરજન્સી સમયે તમે સરલતાથી પૈસા નીકાળી શકો. સાથે જ તમને કોઈ પણ પ્રકારનું આર્થિક નુકસાન ના થાય.

FDમાં કરી શકો રોકાણ

જો તમે તમારા ઇમરજન્સી ફંડનો એક ભાગ અન્ય રોકાણ વિકલ્પોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો FD તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. જોકે, રોકાણ કરતી વખતે, તમારે ટૂંકા ગાળાની FD પસંદ કરવી જોઈએ જેથી કટોકટીની સ્થિતિમાં તમારે પૈસા માટે લાંબા સમય સુધી રાહ ન જોવી પડે.

Disclaimer: ઈમરજન્સી ફંડ બનાવતી વખતે સર્ટિફાઈડ ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ જરૂર લો.