EPFO ટુંક સમયમાં જ મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. પીએમ ઈકોનોમી એડવાઈઝર કાઉન્સિલના સભ્ય ઈકોનોમિસ્ટ સંજીવ સાન્યાલે EPFOમાં મોટો ફેરફાર થવાના સંકેત આપ્યા છે. તેમને કહ્યું કે EPFOના કામમાં પડી રહેલી મુશ્કેલીઓને દૂર કરવાનો એક મોટો પ્રયત્ન ચાલી રહ્યો છે. તેને શરૂ થવા અને સિસ્ટમને સ્થિર થયા બાદ ફીડબેક લેવાશે.
પહેલા જૂન મહિનામાં લોન્ચ કરવાનું હતું
તેમને કહ્યું કે EPFO સિસ્ટમમાં મોટો ફેરફાર કરી શકે છે અને આ વર્ષે શરૂ થવાની આશા છે. આ ફેરફારથી લાખો પીએફ એકાઉન્ટની સર્વિસ ઝડપી બનશે. સાથે જ એકાઉન્ટ હોલ્ડરને સરળતા રહેશે. તેને જૂન મહિનામાં લોન્ચ કરવાનું હતું પણ ટેક્નિકલ કારણોસર તે શક્ય બની શક્યું નહીં. જો કે હજુ સુધી આ અંગે કોઈ નવી તારીખ આવી નથી પણ અધિકારીઓનું કહેવું છે કે તેને ઝડપી શરૂ કરવામાં આવશે.
વિગતો ઓનલાઈન અપડેટ કરી શકાશે
EPFO 3.0 વિશે સૌથી મોટી ચર્ચા એ છે કે એકાઉન્ટ હોલ્ડર પોતાના આધાર અને બેન્ક એકાઉન્ટને પોતાના યૂનિવર્સલ એકાઉન્ટ નંબરથી જોડીને એટીએમથી સીધા પૈસા ઉપાડી શકશે. આ સિવાય યુપીઆઈ દ્વારા વિડ્રોલ પણ કરી શકે છે. જો ઈમરજન્સીમાં પૈસાની જરૂર પડે છે તો લાંબા ડોક્યુમેન્ટની કામગીરીની જગ્યાએ કામ ફટાફટ પૂરૂ થઈ જશે. નવી સિસ્ટમથી EPFOના સભ્યોને હાલમાં પડી રહેલી મુશ્કેલીઓથી છુટકારો મળશે. OTPનો ઉપયોગ કરીને ઓનલાઈન અપડેટ કે સુધારો સંભવ બનશે.
ડેથ ક્લેમ કરવામાં રહેશે સરળતા
અન્ય એક મહત્વપૂર્ણ ફેરફાર ડેથ ક્લેમ માટે કરવામાં આવશે. EPFO 3.0 હેઠળ નોમિનીને સગીરના મામલામાં પેરેન્ટ સર્ટિફિકેટ રજૂ કરવાની જરૂર નહીં રહે. તેનો ઉદ્દેશ્ય સભ્યના પરિવારોને ઝડપી અને મુશ્કેલી વગર નાણાકીય સહાય ચૂકવવાનો છે. ત્યારે મોટાભાગના લોકો હવે ફોન પર નિર્ભર છે. EPFO 3.0ને મોબાઈલ-ફ્રેન્ડલી બનાવવામાં આવી રહ્યું છે. સભ્ય પોતાની સુવિધા મુજબ ક્યારેય પણ જમા રકમ, એકાઉન્ટની રકમ અને ક્લેમની તપાસ કરી શકશે.