UANની સાથે આધારકાર્ડ લિંક કરવું જરૂરી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે PF સાથે જોડાયેલી સુવિધાઓ સીધી જ કર્મચારીઓને મળે. એમ્પ્લોયર વગર કર્મચારી આધાર UIDAI સાથે વેરિફાઈ કરાવી ચૂક્યો છે તો તે પોતાની પ્રોફાઈલ અપડેટ કરી શકે છે પણ જેનું આધાર હજુ લિંક કે વેરિફાઈ થયું નથી. તેમને ફેરફાર માટે એમ્પ્લોયર કે EPFO પાસે મંજૂરી લેવી પડે છે.
અગાઉ ઘણા પ્રકારની મંજૂરી અને પ્રોસેસમાંથી પસાર થવું પડતું હતું
જો UANમાં દાખલ નામ, જેન્ડર અને જન્મતારીખ, આધારમાં દાખલ કરેલી જાણકારી યોગ્ય છે તો સભ્ય પોતાના એમ્પલોયરની પાસે જઈને આધારને UAN સાથે લિંક કરી શકે છે. તેના માટે એમ્પલોયરના પોર્ટલ પર ઉપલબ્ધ KYC ફિચરનો ઉપયોગ કરવામાં આવશે અને EPFO પાસે અલગથી મંજૂરીની જરૂરિયાત નહીં રહે. અગાઉ નામ, જેન્ડર અને જન્મતારીખમાં ફેરફાર થવા પર ઘણા પ્રકારની મંજૂરી અને પ્રોસેસમાંથી પસાર થવું પડતું હતું.
જો કંપની બંધ થઈ ગઈ હોય તેવી સ્થિતિમાં શું કરવું ?
EPFO જ્યારે આધાર સાથે જોડાયેલી જાણકારી બદલવા માટે જોઈન્ટ ડિક્લેરેશન પ્રક્રિયાને વધુ સરળ કરી દીધી છે. હવે જેમનું આધાર લિંક નથી કે જેનું આધાર અપડેટ કરવાનું છે, તે નવી સરળ પ્રક્રિયાથી આ કામગીરી કરી શકે છે. જો આધાર અને UANમાં નામ, જેન્ડર કે જન્મતારીખમાં ફેરફાર છે તો એમ્પલોયર JD ફોર્મ દ્વારા ફેરફાર માટે રિકવેસ્ટ કરી શકે છે. જો UANની સાથે ભૂલથી ખોટું આધાર લિંક થઈ ગયું છે તો એમ્પલોયર સાચો આધાર નંબર JD ફોર્મમાં ભરીને ઓનલાઈન મોકલી શકે છે, જેને અધિકારી મંજૂર કરશે. જો એમ્પ્લોયર ઉપલબ્ધ નથી અથવા તો કંપની બંધ થઈ ગઈ છે તો સભ્ય સંબંધિત EPFOની રિજનલ ઓફિસના PRO કાઉન્ટર પર ફિઝિકલ JD ફોર્મ જમા કરાવી શકે છે. આ ફોર્મ પર કોઈ અધિકૃત વ્યક્તિની સહી હોવી જરૂરી છે. તપાસ બાદ PRO આ રિકવેસ્ટ સિસ્ટમમાં નાખી દેશે.