ભારતમાં સોનું માત્ર એક ધાતુ નથી, પરંતુ તે સુરક્ષા, પરંપરા અને સમૃદ્ધિનું પ્રતીક છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) અને મોર્ગન સ્ટેનલીના તાજેતરના અહેવાલો ચોંકાવનારા છે. ભારતીય પરિવારો પાસે અંદાજે 34,600 ટન સોનું છે, જે વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોના કુલ ભંડાર કરતા પણ વધારે છે. આ જથ્થો વિશ્વના કુલ સોનાના 11% થી 13% જેટલો થાય છે.
અર્થતંત્ર પર પ્રભાવ
વધતા ભાવોને કારણે ભારતીય ઘરોમાં રહેલા સોનાનું મૂલ્ય $5 ટ્રિલિયન (આશરે ₹450 લાખ કરોડ) સુધી પહોંચી ગયું છે. આ આંકડો આશ્ચર્યજનક રીતે ભારતના કુલ જીડીપી ($4.1 ટ્રિલિયન) કરતા પણ મોટો છે. ભારતનો આ ભંડાર અમેરિકા કરતા ચાર ગણો અને ચીન કરતા દસ ગણો મોટો છે.
ભારતના ટોચના 10 ધનિક મંદિરો અને તેમનો ભંડાર
ભારતીય સંસ્કૃતિમાં મંદિરો પણ અઢળક સંપત્તિના કેન્દ્ર રહ્યા છે. અહીં દેશના સૌથી ધનિક મંદિરોની યાદી છે:
ક્રમ મંદિરનું નામ અને સ્થાન સોનાનો અંદાજિત ભંડાર / વિશેષતા
1 પદ્મનાભસ્વામી મંદિર, કેરળ ₹1.2 લાખ કરોડની સંપત્તિ, વિશ્વનું સૌથી ધનિક મંદિર.
2. તિરુપતિ બાલાજી, આંધ્રપ્રદેશ 10.25 ટન સોનું બેંકોમાં જમા, ₹3 લાખ કરોડની નેટવર્થ.
3 વૈષ્ણો દેવી મંદિર, જમ્મુ 1,800 કિલો સોનું અને 4,700 કિલો ચાંદીનું દાન.
4 સિદ્ધિવિનાયક મંદિર, મુંબઈ 150 કિલોથી વધુ સોનું, ગુંબજ 3.7 કિલો સોનાથી મઢેલો.
5 શિરડી સાંઈ બાબા, મહારાષ્ટ્ર 380 કિલો સોનું અને 4,000 કિલો ચાંદી.
6 સુવર્ણ મંદિર, અમૃતસર મુખ્ય માળખું 500 કિલો શુદ્ધ સોનાથી મઢેલું છે.
7 ગુરુવાયુર મંદિર, કેરળ 270 કિલોગ્રામ સોનું અને ₹2,500 કરોડની રોકડ.
8 સોમનાથ મંદિર, ગુજરાત મુખ્ય શિખર 140 કિલોથી વધુ સોનાથી મઢેલું છે.
9 જગન્નાથ મંદિર, પુરી 'સુના બેશા' માટે 200 કિલો સોનાના આભૂષણોનો ઉપયોગ.
10 મીનાક્ષી મંદિર, મદુરાઈ પ્રાચીન રત્નો અને સુવર્ણ કલાકૃતિઓનો વિશાળ સંગ્રહ.
સોનાના ખજાનાનું મૂલ્ય
છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં થયેલા વધારાને કારણે, ભારતીય ઘરોમાં રાખેલા સોનાનું મૂલ્ય $5 ટ્રિલિયન (5000 અબજ રૂપિયા) સુધી પહોંચી ગયું છે, જે ₹450 લાખ કરોડ (450 લાખ કરોડ રૂપિયા) થી વધુ છે. ભારતીય ઘરોમાં રાખેલ સોનું હવે દેશના કુલ GDP ($4.1 ટ્રિલિયન) કરતાં વધી ગયું છે. સોના અને ચાંદીના વધતા ભાવ ગોલ્ડ ETF ની માંગને વધારી રહ્યા છે.
આ પણ વાંચોઃ લક્ઝરી કાર કરતા પણ મોંઘુ છે Saif Ali Khan નું આ બ્રોચ, કિંમત જાણીને આંખો પહોળી થઈ જશે!