મધ્ય પૂર્વમાં ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવ અને સંઘર્ષના કારણે વિશ્વના અનેક દેશોમાં તેલ પુરવઠા પર અસર પડી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલના ટેન્કરોની અવરજવર પર લાગેલા પ્રતિબંધો આ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી રહ્યા છે.
ક્રૂડ તેલ ભાવ વધારાનો ભારતમાં પ્રભાવ
આ વૈશ્વિક પરિસ્થિતિનો અસર ભારત પર પણ સ્પષ્ટ જોવા મળે છે. 20 માર્ચે ભારતમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2.09 નો વધારો નોંધાયો હતો. કાળો સોનું કહેવાતું તેલ આપણા દૈનિક જીવનનો અગત્યનો હિસ્સો છે, જેનો ઉપયોગ રસોઈથી લઈને વાહન બળતણ અને અન્ય અનેક કામોમાં થાય છે. 2024-25 ના નાણાકીય વર્ષના આંકડા દર્શાવે છે કે ભારત પોતાની ઊર્જાની જરૂરિયાતો માટે મોટા પાયે ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસની આયાત પર આધારિત છે.
ક્રૂડ ઓઇલની આયાત
નાણાકીય વર્ષ 2024-25ના આંકડા મુજબ, ભારત તેની તેલની જરૂરિયાતના 85% થી 88% માટે વિદેશી દેશો પર નિર્ભર છે. વર્ષ 2023-24માં ભારતે કુલ 232.5 મિલિયન મેટ્રિક ટન (MMT) ક્રૂડની આયાત કરી હતી. ભારતનો દૈનિક વપરાશ આશરે 5.5 મિલિયન બેરલ છે. ભારત મુખ્યત્વે રશિયા (37-40%), ઈરાક (21%), સાઉદી અરેબિયા અને UAE પાસેથી તેલની ખરીદી કરે છે.
કુદરતી ગેસની આયાત
ભારતનો દૈનિક કુદરતી ગેસનો વપરાશ 189 મિલિયન ઘન મીટર છે, જેમાંથી 50% થી વધુ હિસ્સો LNG સ્વરૂપે આયાત કરવામાં આવે છે. સ્થાનિક સ્તરે માત્ર 97.5 મિલિયન ઘન મીટર ગેસનું ઉત્પાદન થાય છે. ભારત તેના LNGનો લગભગ 47-50% હિસ્સો કતારથી મંગાવે છે, જ્યારે બાકીનો જથ્થો UAE, અમેરિકા અને ઓમાનથી આવે છે.
રસોઈ ગેસ (LPG)ની આયાત
ભારત તેના કુલ LPG વપરાશના 60% ભાગની આયાત કરે છે. આ આયાતનો 90% જેટલો મોટો હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટના માર્ગે ભારત પહોંચે છે, જે હાલ યુદ્ધના કારણે સંવેદનશીલ વિસ્તાર બન્યો છે.
આ પણ વાંચો- Hormuz Strait Crossing : ભારત માટે ગુડ ન્યૂઝ, બે LPG ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવા માટે મળ્યું ગ્રીન સિગ્નલ