જીવનમાં એક મોટું ફંડ એકઠું કરવા માટે ફક્ત પૈસા કમાવવા પૂરતા નથી હોતા. કમાયેલા પૈસાનું યોગ્ય જગ્યાએ ઈન્વેસ્ટમેન્ટ કરવું પણ એટલું જ જરૂરી છે. એવું ઘણી વાર જોવા મળ્યું છે કે સામાન્ય નોકરી કે બિઝનેસ કરનાર વ્યક્તિની આવક ખુબ જ ઓછી હોય છે. તેમ છતાં તે લોન્ગ ટર્મ માટે સમજદારીથી રોકાણ કરી મોટી સંપત્તિ ભેગી કરી શકે છે. ત્યાં કેટલાક લોકોને રોકાણના યોગ્ય વિકલ્પોની જાણ નથી હોતી અને પૈસાને લઈ ખોટા નિર્ણયો લઈ લે છે. જેનાથી તેમને આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે. માટે જ રોકાણ કરતા પહેલા માર્કેટમાં ઉપલબ્ધ રોકાણના વિવિધ વિકલ્પો વિશે જરૂરી માહિતી મેળવો. જેનાથી તમે તમારા રોકાણ પર વધુમાં વધુ રિટર્ન મેળવી શકો. જો તમે નાની નાની રકમથી રોકાણ કરી લાંબા ગાળે સારું રિટર્ન મેળવવા માગો છો તો તમને મ્યુચ્યુઅલ ફંડમાં SIP અંગે વિચારવું જોઈએ.


કેમ મ્યુચ્યુઅલ ફંડ SIP છે ફાયદાકારક?

મ્યુચ્યુઅલ ફંડમાં SIP કરવી એ લોકો માટે યોગ્ય માનવામાં આવે છે જે લોકો લાંબા સમય સુધી રોકાણ કરવા માટે તૈયાર હોય. જો તમારી પાસે નાની રકમ છે અને તમે દર મહિને થોડું થોડું રોકાણ કરી શકો છો તો SIP દ્વારા તમે લોન્ગ ટર્મમાં સારું એવું ફંડ એકઠું કરી શકો છો. મ્યુચ્યુઅલ ફંડમાં SIPની સૌથી ખાસ વાત એ છે કે તમે આમાં 250 કે 500 રૂપિયા જેવી નાની રકમથી પણ તમારી SIPની જર્ની શરૂ કરી શકો છો. બજારના નિષ્ણાતો માને છે કે મ્યુચ્યુઅલ ફંડમાં SIP વાર્ષિક 12% સુધીનું રિટર્ન આપી શકે છે. જોકે, આ રોકાણ બજારના જોખમોને આધીન હોય છે, તેથી બજારના વધઘટથી ગભરાશો નહીં. લાંબા ગાળાના રોકાણોથી ફાયદો થઈ શકે છે.

2000 રૂપિયાની મંથલી SIPથી બનાવો 1.59 કરોડનું ફંડ

2000 રૂપિયાની મંથલી SIPથી તમે 1.59 કરોડનું ફંડ ઉભુ કરી શકો છો. જેના માટે તમારે 30 વર્ષ સુધી તમારું રોકાણ જાળવી રાખવું પડશે, અને દર વર્ષે તમારા રોકાણમાં 10 ટકાનો વધારો કરતા રહેવું પડશે. જો તમે જલ્દી રોકાણ શરૂ કરી દેશો તો તમારો ફંડનો ટાર્ગેટ જલ્દી જ પુરો કરી શકશો.

Disclaimer: અહીં આપેલી જાણકારી માત્ર એક સુચન માટે છે. તમને જણાવી દઈએ કે માર્કેટમાં રોકાણ બજાર આધારિત જોખમોને આધિન હોય છે. એક રોકાણકાર તરીકે પૈસા રોકતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એક્સપર્ટની સલાહ જરૂર લો.


  • Follow us on: