જરૂરિયાતમંદ લોકો સરકારી યોજનાઓનો લાભ સરળતાથી લઈ શકે અને દરેક વ્યક્તિનું બેંક એકાઉન્ટ હોય તે ઉદ્દેશ્યથી વર્ષ 2015માં કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાને 10 વર્ષ થઈ ગયા છે. આ યોજનાએ સામાન્ય લોકોને પણ બેકિંગ વ્યવસ્થા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. અત્યારસુધીમાં કુલ 56 કરોડ જેટલા જન ધન એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે.
જન ધન એકાઉન્ટમાં Re-KYC જરૂરી
નિયમ પ્રમાણે 10 વર્ષ જૂના જન ધન યોજનાના બેંક એકાઉન્ટ એટલે કે જે જન ધન એકાઉન્ટ વર્ષ 2014-15માં ખોલવામાં આવ્યા હતા તેમાં Re-KYC કરાવવું ફરજિયાત છે. એકાઉન્ટને એક્ટિવ રાખવા માટે Re-KYC કરાવવું જરૂરી છે. જન ધન એકાઉન્ટમાં Re-KYC કરાવવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. એટલે કે માત્ર હવે 2 દિવસ જ બાકી રહ્યા છે. જો આવતીકાલ સુધીમાં Re-KYC નહીં કરાવો તો તમારું જન ધન બેંક એકાફન્ટ બંધ થઈ જશે. જો Re-KYCની વાત કરીએ તો તેમાં તમારે બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે જે માહિતી તમે આપી હતી જેવી કે તમારું નામ, એડ્રેસ, ફોટો તેને હવે અપડેટ કરાવવાનું છે. આ નિર્ણય છેતરપિંડીને રોકવા અને બેંકિંગ સુવિધા સરળતાથી ચાલે તે માટે લેવાયો છે. જે બેંકમાં તમારું જન ધન એકાઉન્ટ છે ત્યાં જઈને તમારી ઓળખને લગતા ડૉક્યુમેન્ટ્સ આપી તમે ફ્રીમાં Re-KYC કરાવી શકો છો.
