ઘણા લોકો તેમની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે બેંકોમાંથી લોન લે છે, અને તેમાંથી મોટાભાગના લોકો લોનની રકમ ચૂકવી દે છે.જોકે, કેટલાક લોકો તેમની લોન ચૂકવી શકતા નથી. આવી પરિસ્થિતિઓમાં, તેઓ બેંક સાથે લોન સેટલમેન્ટ માંગે છે. આ એક સરળ વિકલ્પ છે, પરંતુ તે ભવિષ્યમાં સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. મોટાભાગના લોકો લોન ક્લોઝર અને લોન સેટલમેન્ટને એક જ પ્રક્રિયા માને છે. જો કે, બંને પ્રક્રિયાઓ વચ્ચે નોંધપાત્ર તફાવત છે, જે તેમની ક્રેડિટ પ્રોફાઇલ અને ભવિષ્યમાં લોન મેળવવાની તેમની તકોને અસર કરે છે. તેથી, તમારે બંને પ્રક્રિયાઓને યોગ્ય રીત સમજવી જોઈએ, જેથી તમે તમારા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી શકો.

લોન ક્લોઝર એટલે શું?

લોન ક્લોઝરમાં ગ્રાહકે બેંકને સંપૂર્ણ લોનની રકમ ચૂકવવી પડે છે, જેમાં વ્યાજ અને મુદ્દલ બંનેનો સમાવેશ થાય છે. ગ્રાહક EMI દ્વારા અથવા એકસાથે રકમ ચૂકવવા વચ્ચે પસંદગી કરી શકે છે. લોન ક્લોઝર તમારા ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર કરતું નથી. આ એ વાતનો પુરાવો છે કે તમે તમારી જવાબદારી પૂર્ણ કરી છે અને બેંકને સંપૂર્ણ લોનની રકમ ચૂકવી દીધી છે. લોન બંધ થયા પછી બેંક તમને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ આપે છે. ઉપરાંત, જો તમે લોન ક્લોઝર વિકલ્પ પસંદ કરો છો, તો ભવિષ્યમાં તમને લોન મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.

લોન સેટલમેન્ટ એટલે શું?

જ્યારે કોઈ ગ્રાહક બેંકને લોનની રકમ ચૂકવી શકતો નથી, ત્યારે તે બેંક સાથે વાટાઘાટો કરીને થોડી રકમ ચૂકવીને સમાધાન કરે છે. આને લોન સેટલમેન્ટ કહેવામાં આવે છે. બેંકો ઘણીવાર ગ્રાહકની નાણાકીય પરિસ્થિતિ અત્યંત નબળી હોય ત્યારે લોન સેટલમેન્ટનો વિકલ્પ આપે છે. લોન સેટલમેન્ટમાં, બેંક એક ચોક્કસ રકમ માફ કરે છે. જો કોઈ વ્યક્તિ પોતાની લોન સેટલ કરે છે, તો તેનો ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે, જેના કારણે ભવિષ્યમાં લોન કે ક્રેડિટ કાર્ડ મેળવવામાં મુશ્કેલી સામનો કરવો પડે છે.

ક્લોઝર કે સેટલમેન્ટ? કયો વિકલ્પ સારો?

લોન ક્લોઝર અને લોન સેટલમેન્ટ વચ્ચે પસંદગી કરતા પહેલા, ગ્રાહકોએ તેમની નાણાકીય પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ. જો પરિસ્થિતિ થોડા સમય માટે જ ખરાબ છે, તો તેમણે લોન ક્લોઝર પસંદ કરવું જોઈએ. અને જો ભવિષ્યમાં નાણાંકીય સ્થિતિમાં સુધારાની કોઈ શક્યતાઓ નથી દેખાતી તો લોન સેટલમેન્ટનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. જો કે કોઈ પણ વિકલ્પ પસંદ કરતા પહેલા તમારા ફાઈનાનશિલ એડવાઈઝરની સલાહ જરૂર લેવી જોઈએ.