જીવનમાં ઘણી વાર એવા પ્રસંગો આવે છે જ્યારે વ્યક્તિને તાત્કાલિક પૈસાની જરૂર પડે છે. જો તેણે ઇમરજન્સી ફંડ બચાવ્યું હોય, તો તો વાંધો નથી આવતો. પરંતુ ઘણા લોકો પાસે આ પરિસ્થિતિનો સામનો કરવા માટે કોઈ ઇમરજન્સી ફંડ નથી હોતુ. આવી સ્થિતિમાં, બેંક પાસેથી લોન લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. બેંકો લોન આપતા પહેલા વ્યક્તિની નાણાકીય માહિતી અને અન્ય બાબતોની તપાસ કરે છે.
બેંકો મુખ્યત્વે વ્યક્તિના CIBIL સ્કોરને ધ્યાનમાં લે છે. જો CIBIL સ્કોર નબળો હોય તો બેંકો ઘણીવાર લોન આપવાનો ઇનકાર કરે છે. શું કોઈ વ્યક્તિનો CIBIL સ્કોર નબળો હોય તો તેને લોન મળી શકે છે? ચાલો જોઈએ કે ખરાબ CIBIL સ્કોર હોય તો બેંક પાસેથી કેવી રીતે લોન મેળવી શકો છો.


સિબિલ સ્કોર ખરાબ હશે તો પણ મળશે લોન

જો તમારો CIBIL સ્કોર નબળો હોય અને તમારી બેંકે તમને લોન આપવાનો ઇનકાર કરી રહી હોય, તો ગભરાવાની કોઈ જરૂર નથી. આવા સમયમાં તમારી બેંક FD તમારો સહારો બની શકે છે. મોટાભાગની બેંકો ઓછા CIBIL સ્કોર સાથે પણ FDની અવેજમાં લોન મંજૂર કરે છે. જોકે, લોનની રકમ તમારી FD રકમ પર આધારિત છે.

FD સામે લોન એ એક પ્રકારની સિક્યોર્ડ લોન છે. બેંકો તમારા ક્રેડિટ હિસ્ટ્રીને જોતી નથી કારણ કે તમારી એફડી જ તમારી લોનની ગેરંટી છે. જો તમે કોઈ કારણોસર લોન ચૂકવી શકતા નથી, તો બેંક તમારી FDમાંથી લોનની રકમ વસુલી લેશે. તેથી, જો તમારો CIBIL સ્કોર નબળો હોય તો FD પર લોન લેવી એક સરળ અને વિશ્વસનીય વિકલ્પ બની શકે છે.

સિબિલ સિકોર પણ સુધરશે

FD રકમના 90% સુધી લોન લઈ શકાય છે. એટલે કે, જો તમારી એફડી 1 લાખ રૂપિયાની છે, તો તમે 90,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. જો તમે FD લોનની રકમ સમયસર ચૂકવો છો તો તમારો CIBIL સ્કોર સુધરી જશે. તમે તમારી FD લોનની રકમ ચૂકવીને તમારા CIBIL સ્કોરમાં 100 પોઈન્ટ સુધીનો સુધારો કરી શકો છો.


  • Follow us on: