પાન કાર્ડએ આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. પાન કાર્ડમાં 10 અનન્ય આલ્ફાન્યૂમેરિક નંબરો હોય છે જે ધારકની નાણાકીય માહિતી પ્રદાન કરી શકે છે. આવકવેરા વિભાગ દ્વારા પાન કાર્ડ સંબંધિત ઘણા નિયમો જણાવવામાં આવે છે. જેમ એક કરતાં વધુ પાન કાર્ડ રાખવા એ કાનૂની ગુનો છે તેવી જ રીતે કોઈ વ્યક્તિ જીવિત ન હોય ત્યારે તેના દસ્તાવેજને સક્રિય રાખવા એ પણ કાનૂની ઉલ્લંઘન છે.

વ્યક્તિના મૃત્યુ પછી પાન કાર્ડ રદ કરવું શા માટે જરૂરી?

પરિવારમાં જો કોઈપણ વ્યક્તિનું મૃત્યું થાય છે તો કાર્ડ સરેન્ડર કરવું જોઈએ અથવા રદ કરવું જોઈએ. નહીંતર દસ્તાવેજનો દુરુપયોગ થઈ શકે છે.  મૃત્યુ બાદ મૃતક વ્યક્તિના મહત્વપૂર્ણ દસ્તાવેજો રદ કરવા જરૂરી છે. સરકારને જાણ કરવી જરૂરી છે કે તે વ્યક્તિ હવે આ દુનિયામાં નથી. આ સિવાય પાન કાર્ડ પણ રદ કરવું પડે છે જેનો ઉપયોગ નાણાકીય માહિતી માટે થઈ શકે છે.

જો કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પાન કાર્ડ રદ ન કરવામાં આવે અનો જો તેનો ખોટો ઉપયોગ થાય છે તો તે વ્યક્તિની નાણાકીય ઓળખ જોખમમાં મુકાઈ શકે છે તેથી પાન કાર્ડ રદ કરવું જરૂરી છે.

મૃત વ્યક્તિનું પાન કાર્ડ કોણ રદ કરી શકે?

મૃતકના કાયદેસર વારસદાર દ્વારા પાન કાર્ડ રદ કરી શકાય છે.  મૃતકના સંબંધીઓ પણ મૃતક વ્યક્તિનું પાન કાર્ડ રદ કરી શકે છે. પાન કાર્ડ રદ કરવા માટે આવકવેરા અધિકારીઓને અરજી કરવી પડશે પરંતુ પહેલા એ વાતનું ધ્યાન રાખવું પડશે કે મૃતક કરદાતા નથી. જો તો હોય તો આવકવેરા રિટર્ન ફાઇલ કરો અને તમામ બાકી રકમ ચૂકવો.

મૃત વ્યક્તિનું પાન કાર્ડ કેવી રીતે રદ કરવું?

જો તમે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી પાન કાર્ડ રદ કરવા માંગતા હોય તો તમારે આ માટે આવકવેરા કચેરીમાં જવું પડશે. પછી તમારે રદ કરવા માટે ફોર્મ ભરવાનું રહેશે. મૃતકને લગતી માહિતી જેમ કે નામ, જન્મ તારીખ, મૃત્યુ પ્રમાણપત્ર અને પાન કાર્ડ, મૃત્યુ પ્રમાણપત્ર વગેરે જેવા દસ્તાવેજો સબમિટ કરવા પડશે. ત્યાર બાદ પાન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા આવકવેરા વિભાગ દ્વારા અપનાવવામાં આવશે. જો વ્યક્તિ કરદાતા હોય અને તેની પાસે કોઈપણ પ્રકારની બાકી રકમ હોય, તો પાન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા પૂર્ણ થશે નહીં. આ કાર્ય પૂર્ણ કર્યા પછી જ પાન કાર્ડ રદ કરી શકાય છે.