ભારતનું પ્રખ્યાત ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ Paytm પોતાના યૂઝર્સને ગોલ્ડ રિવોર્ડ આપવાની શરૂઆત કરી રહ્યું છે. હવે Paytm યૂઝર્સ દરેક ટ્રાન્ઝેક્શન પર ગોલ્ડ મેળવી શકે છે. Paytmની પેરેન્ટ કંપની One97 Communications તરફથી ગુરુવારે તેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું છે કે હવેથી Paytmના લોયલ્ટી પોઈન્ટ્સને ડિજિટલ ગોલ્ડમાં કન્વર્ટ કરવામાં આવશે. સાથે જ કંપનીએ એક નવું આઈ ફિચર પણ લોન્ચ કર્યું છે. જે ટ્રાવેલ પ્લેટફોર્મનું નવું વર્ઝન બનશે. જેમાં ગ્રાહકોને એક આઈ આસિસ્ટન્ટ આપવામાં આવશે.


કંપનીએ શું કરી જાહેરાત?

Paytmના સંસ્થાપક વિજય શેકર શર્માએ જાણકારી આપી હતી કે Paytm યૂઝર્સને હવે દરેક UPI પેમેન્ટ અને કોઈ વ્યક્તિને પેમેન્ટ કરવા પર ગોલ્ડ પોઈન્ટ્સ રિવોર્ડ તરીકે આપવામાં આવશે. જેને ગ્રાહક પછી ડિજિટલ ગોલ્ડમાં બદલી શકશે. સાથે જ તેમણે જણાવ્યું કે કંપનીના આ ફીચરને ખુબ જ સરળ બનાવવામાં આવ્યું છે. હવે દરેક ટ્રાન્ઝેક્શન પર ગોલ્ડ કમાવાની તક લોકો પાસે છે. સાથે જ તેની કોઈ લિમિટ સેટ કરવામાં નથી આવી. વિજય શર્માનો દાવો છે કે કોઈ બીજી એપ આ લેવલના રિવોર્ડ નથી આપતી

કેવી રીતે ગોલ્ડ પોઈન્ટ કરશો રિડીમ?

Paytmના સીનિયર વાઈસ પ્રેસિડન્ટ યુગલ તિવારીના જણાવ્યા પ્રમાણે 100 રૂપિયાના ટ્રાન્ઝેક્શન પર યૂઝર્સને 1 ગોલ્ડ પોઈન્ટ મળશે. સાથે જ જો ગ્રાહક RuPay કાર્ડથી પેમેન્ટ કરે છે તો તેને બે ઘણા પોઈન્ટ મળશે. કંપનીએ વધુમાં માહિતી આપતા કહ્યું છે કે ગ્રાહક ગોલ્ડ પોઈન્ટની વેલ્યૂ 15 રૂપિયા પર પહોંચતા તેને ડિજિટલ ગોલ્ડના રૂપમાં રિડીમ કરી શકશે. ગ્રાહક જેમ જેમ ખરીદી કરતો જશે, તેના પોઈન્ટ વધતા જશે. જેને તે ઈચ્છે ત્યારે ડિજિટલ ગોલ્ડમાં કન્વર્ટ કરી શકશે.

ટ્રાવેલ માટે આવ્યું નવું ફીચર

Paytmએ પોતાના ટ્રાવેલ પ્લેટફોર્મમાં નવું ફીચર એડ કર્યું છે. જેમાં ગ્રાહકોને એક આઈ આસિસ્ટન્ટ મળશે. જે તેમની યાત્રાના પ્લાનિંગમાં તેમને મદદ કરશે. યાત્રાનું પ્લાનિંગ કરવાથી લઈને ટિકિટ બુક કરવા સુધી આઈ આસિસ્ટન્ટ ગ્રાહકોને મદદ કરશે


  • Follow us on: