ભારતીય રિઝર્વ બેંકે ડિજિટલ પેમેન્ટ્સને લઈને નવા નિયમોની જાહેરાત કરી છે. RBI નું કહેવું છે કે ઓનલાઈન પેમેન્ટની બાબતમાં હવે ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન માટે SMS OTP ઉપરાંત અન્ય વિકલ્પોનો પણ ઉપયોગ કરી શકાશે. આ નવા નિયમોનો ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટને વધુ મજબૂત અને સુરક્ષિત બનવવાનો છે. આ નવા નિયમો 1 એપ્રિલ 2026થી લાગૂ થશે.

ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન માટે SMS OTP સિવાય મળશે અન્ય વિકલ્પો

RBIએ ‘ડાયરેક્શન્સ ઓન ઓથેન્ટિકેશન મિકેનિઝમ્સ ફોર ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન્સ 2025’ની જાહેરાત કરી છે. RBIનું કહેવું છે કે પેમેન્ટ ઓથેન્ટિકેશનના ફેક્ટરમાં ‘યૂઝરની હાજર કોઈ વસ્તુ’, ‘યૂઝરની જાણીતી કોઈ વસ્તુ’ અથવા ‘યૂઝરની કોઈ ઓળખ’ હોઈ શકે છે. જેમાં મોબાઈલથી મળનારા OTP ઉપરાંત પાસવર્ડ, પાસફ્રેઝ, કાર્ડ હાર્ડવેયર, સોફ્ટવેયર ટોકન, ફિંગરપ્રિન્ટ અથવા અન્ય બાયોમેટ્રિક પદ્ધતિઓ સામેલ હોઈ શકે છે. જો કે હા SMS OTPનો ઉપયોગ પહેલાની જેમ જ કરી શકાશે.

યૂનિક અને નવું હશે એક ઓથેન્ટિકેશન ફેક્ટર

ભારતમાં તમામ નાણાંકીય સંસ્થાઓ લેવડદેવડ માટે SMS પર જ નિર્ભર હતી. નવા નિયમો અંતર્ગત હવે ઓછામાં ઓછું એક ઓથેન્ટિકેશન ફેક્ટર દરેક લેવડદેવડ માટે યૂનિક અને નવું હોવું જોઈએ. સાથે જ પેમેન્ટ સિસ્ટમ પણ મજબૂત હોવી જોઈએ. જેથી એક ફેક્ટર પર જો કોમ્પ્રોમાઈઝ થાય તો તેનાથી અન્ય ફેક્ટરની વિશ્વસનિયતા પ્રભાવિત ના થાય.

સાથે જ RBIએ એ પણ કહ્યું છે કે રિસ્ક મેનેજમેન્ટને જોતા નાણાંકીય સંસ્થાઓ ઈવોલ્યૂશન દ્વારા લેવડદેવડની જાણકારી મેળવી શકે છે. આવું ટ્રાન્ઝેક્શનનું લોકેશન, યૂઝરની એક્ટિવિટી, ડિવાઈસની ડિટેઈલ અને ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી જેવા પાસાઓના આધારે કરી શકશે. હાઈ રિસ્કવાળા ટ્રાન્ઝેક્શન માટે વધારાની તપાસ ગોઠવી શકાય છે.