ભારતીય રોકાણકારો વધુને વધુ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP)ને એક સક્ષમ રોકાણ પદ્ધતિ તરીકે અપનાવી રહ્યા છે. ઘણા રોકાણકારો તેમના લક્ષ્યોને ધ્યાનમાં રાખીને SIP દ્વારા રોકાણ કરવાનું પસંદ કરે છે. જો તમે પણ લાંબા સમય સુધી નાની નાની રકમનું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે SIP કરવા વિશે વિચારી શકો છો.


જોકે, SIP રોકાણ શેરબજાર પર આધાર રાખે છે. તેથી, રિટર્નમાં ફેરફાર જોવા મળી શકે છે. જો તમે SIP દ્વારા કરોડો રૂપિયાનું કોર્પસ ઊભું કરવા માંગતા હો, તો આજે અમે તમને સમગ્ર કેલ્ક્યુલેશન વિશે સમજાવીશું.

કરોડોના કોર્પસ માટે SIPમાં રોકાણ

જો તમે 12,000 રૂપિયાની માસિક SIP શરૂ કરો છો અને આ રોકાણ લગભગ 19 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમારું કુલ રોકાણ 27,36,000 રૂપિયા થશે. જો તમે SIPના 12% અંદાજીત રિટર્નને એડ કરો છો, તો તમે નોંધપાત્ર ફંડ ભેગું કરી શકો છો. આ સમગ્ર સમત લાંબાગાળાના કંપાઉન્ડિંગની છે. જો બજારની બધી પરિસ્થિતિઓ તમારા અનુકૂળ રહેશે, તો 19 વર્ષ પછી તમારી પાસે 1,05,03,905 કરોડ રૂપિયાનું કોર્પસ હશે. આ કુલ રિટર્નમાં લગભગ 7,767,905 લાખ રૂપિયાતો માત્ર વ્યાજમાંથી હશે.

શું છે SIP?

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ને SIP કહેવામાં આવે છે. SIP દ્વારા લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. આ રોકાણમાં તમે નિયમિત અને લાંબાગાળા સુધી નાની રકમનું રોકાણ કરીને એક મોટું ફંડ ભેગુ કરી શકો છો, અને લાંબાગાળાના કોઈ ચોક્કસ ફાઈનાન્સિયલ ગોલ પુરા કરી શકો છો. જોકે, SIPમાં રોકાણ બજારના જોખમોને આધીન છે.

Disclaimer:

 (અહીં આપેલી માહિતી માત્ર સૂચન છે. તમને એ જણાવવું જરૂરી છે કે માર્કેટમાં રોકાણ બજારના જોખમોને આધીન હોય છે. રોકાણકાર તરીકે રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાંતની સલાહ લો.)

  • Follow us on: