ઘણીવાર તમારા કે તમારા પરિવારના સભ્યના જૂના બેંક એકાઉન્ટ સમયસર ઓપરેટ ના થવાને કારણે ડિએક્ટીવ થઈ જાય છે.લોકો ધ્યાન આપતા નથી અને આવા એકાઉન્ટમાં પૈસા પડી રહે છે. જો તમારા કે તમારા પરિવારના સભ્યના પૈસા બેંકમાં અનક્લેમ્ડ છે, તો આવી રકમના ઉપાડ માટે તમારે પરેશાન થવાની કોઈ જરૂર નથી. આ પરિસ્થિતિમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) સંપૂર્ણ સહાય પૂરી પાડે છે. તમે અથવા તમારા કાયદેસરના વારસદાર કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને અનક્લેમ્ડ પૈસા પરત મેળવી શકે છે.
RBIનું શું કહેવું છે?
RBIના મતે, દેશમાં કરોડો રૂપિયા અનક્લેમ્ડ પડ્યા છે. જો કોઈ ખાતામાં બે વર્ષથી કોઈ પણ પ્રકારનો નાણાકીય વ્યવહાર ન થયો હોય અથવા જો ખાતું 10 વર્ષથી નિષ્ક્રિય હોય, તો આવી સ્થિતિમાં RBI આ અનક્લેમ્ડ ડિપોઝિટ્સને DEA (ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ) ફંડમાં ટ્રાન્સફર કરી દે છે. જોકે, તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. તમે અથવા તમારા કોઈપણ કાયદેસરના વારસદાર આ પૈસાનો દાવો કરી શકે છે. RBIએ ક્લેમ કરવાની કોઈ મર્યાદા નક્કી નથી કરી. આનો અર્થ એ થયો કે જો તમને કોઈ ખાતામાં રાખવામાં આવેલા પૈસાની જાણકારી મળે છે. અને જો તમે કાયદેસરના વારસદાર છો તે તમે આ પૈસા માટે ક્લેમ કરી શકો છો.
