તમારા પીએફ ખાતામાં તમારી કંપની એટલા જ પૈસા જમા કરે છે જેટલા તમે જમા કરો છો. છતાં પીએફ ખાતામાં કંપનીનું યોગદાન ભાગ્યે જ જોવા મળતુ હોય છે. EPFO એટલે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા ચલાવવામાં આવતી PF યોજના એવી બધી ખાનગી કંપનીઓ માટે ફરજિયાત છે જેમાં 20 થી વધુ કર્મચારીઓ હોય. આ યોજના હેઠળ કંપનીએ તેના કર્મચારીના મૂળ પગારના 12% PF ખાતામાં જમા કરાવવા પડતા હોય છે. એટલે કે કર્મચારી અને કંપની બંનેએ એકસાથે PFમાં પૈસા જમા કરાવવાના હોય છે. પરંતુ ઘણી વખત પગાર સ્લિપમાં જોવા મળે છે કે કંપનીનું યોગદાન તમારા યોગદાન કરતા ઓછું છે. આવું કેમ થાય છે? તે સમજઈએ.

કંપનીનું યોગદાન પીએફમાં કેવી રીતે કાર્ય કરે છે?

પીએફમાં જે પણ પૈસા જમા થાય છે તે સીધા બેંક ખાતામાં જતા નથી. તેનું યોગદાન અલગ હોય છે. જેમાં નિવૃત્તિ લાભ, પેન્શન યોજના અને વીમા યોજનાનો સમાવેશ થતો હોય છે. EPFOના નિયમો મુજબ રૂપિયા ત્રણેયને જાય છે.

આ રીતે થાય છે PFની ગણતરી

ધારો કે તમે દર મહિને તમારા પગારમાંથી 2,000 રૂપિયા PFમાં જમા કરાવો છો. તો કંપનીએ પણ 2,000 રૂપિયા PF ખાતામાં નાખવા પડશે. જેના કારણે દર મહિને કુલ 4,000 રૂપિયા તમારા PF ખાતામાં જમા થશે. આના પર વાર્ષિક વ્યાજ પણ મળે છે. તમે જે 2,000 રૂપિયા PF ખાતા નાખો છો તે તમારા PF ખાતામાં જાય છે. પરંતુ કંપનીના 2,000 રૂપિયા વિભાજિત થાય છે. તે સંપૂર્ણપણે PF ખાતામાં જતા નથી. 2000 રૂપિયામાંથી 3.67% એટલે કે લગભગ 611 રૂપિયા PF ખાતામાં જાય છે અને 8.33% EPS એટલે કે પેન્શન યોજનામાં જમા થાય છે. તેથી કંપનીનું PF યોગદાન પે સ્લિપમાં ઓછું દેખાય છે. કારણ કે તેમના આખા પૈસા સીધા PF ખાતામાં જતા નથી. પરંતુ તેનો કેટલોક ભાગ પેન્શન યોજનામાં જાય છે. કંપની અને કર્મચારી બંને પગારના 12% ફાળો આપે છે. પરંતુ કંપનીના પૈસા પીએફ અને પેન્શનમાં વહેંચાયેલા હોય છે. તેથી જ ક્યારેક એવું લાગે છે કે કંપની ઓછું યોગદાન આપી રહી છે.