ટેક વર્લ્ડ પર આ વર્ષ 2025માં સંકટના વાદળ ઘેરાતા જ જઇ રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ઓટોમેશનની ઝડપી ગતિએ જ્યાં કંપનીઓએ નવી દિશા આપી છે. ત્યાં હજારો લોકોની નોકરીઓ પણ છીનવાઇ ગઇ છે. સિલિકોન વેલીથી લઇને બેંગ્લુરૂ સુધી, ટેક ઇન્સ્ટ્રીમાં છટણીનુ એવુ તોફાન ઉઠ્યુ છે કે હજુ સુધી 218થી પણ વધારે કંપનીઓમાં 1 લાખથી વધુ કર્મચારીઓની નોકરી જઇ ચૂકી છે. એક રિપોર્ટ અનુસાર આ વર્ષે છેલ્લા ઘણા વર્ષોની સરખામણીએ સૌથી મોટા પાયે નોકરીમાં કાપ મૂકવામાં આવ્યો છે.
ઇન્ટેલ અને એમેઝોનમાં સૌથી મોટો કાપ મુકાયો
વર્ષની સૌથી મોટી છટણી અમેરિકી ચિપમેકર Intelએ કરી છે. જેમાં આશરે 24000 કર્મચારીઓને નોકરી માંથી નિકાળી મૂકવામાં આવ્યા છે. ગ્લોબલ વર્કફોર્સનો લગભગ 22 ટકા ભાગ અમેરિકા, જર્મની, કોસ્ટા રિકા અને પોલેન્ડમાં ફેલાયેલી દરેક ઓફિસોમાં આ છટણીની લહેર ચાલતી આવી છે. કંપની પર કોમ્પિટિશન દિગ્ગજ Nvidia અને AMDથી પાછળ રહેવાનું દબાણ છે, જેના કારણે તે મોટા પાયે ખર્ચ ઘટાડા અને AI-સંચાલિત ઉત્પાદનો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
એમેઝોનમાં 14,000 લોકોની છટણી
Amazonએ પણ 14,000થી વધારે કોર્પોરેટ નોકરીઓ સમાપ્ત કરી છે. CEO એન્ડી જૈસીએ કહ્યુ કે કંપની હવે દુનિયાના સૌથી મોટાં સ્ટાર્ટઅપની જેમ કામ કરવા ઇચ્છે છે એટલે કે ઓછો ખર્ચો, વધારે ઇનોવેશન. આ છટણી મુખ્ય રૂપછી ઓપરેશન્સ, એચઆર અને ક્લાઉડ ડિવીઝનમાં કરવામાં આવી છે જેથી કંપની પોતાના AI રોકાણ પર ધ્યાન વધારી શકો છો.
માઇક્રોસોફ્ટ, ગૂગલ, મેટાએ પણ ઘટાડી ટીમ
માઇક્રોસોફ્ટે આ વર્ષે આશરે 9,000 કર્મચારીઓને હટાવ્યા છે, ખાસ કરીને પોતાના સોફ્ટવેર અને પોડ્ક્ટ ડિવીઝનથી, તો બીજી તરફ ગૂગલ અને મેટાએ પણ પોતાના એન્ડ્રોઇડ, હાર્ડવેર અને AI ટીમોમાં પણ ઘટાડો કર્યો છે. જેથી ઓવરલિપિંગ રોલ્સને સમાપ્ત કરી શકાય અને ખર્ચાને કંટ્રોલ પણ કરી શકાય. ઓરેકલે પણ અમેરિકામાં હજારો કર્માચારીઓને હટાવટા પોતાની રણનીતિને AI ડ્રિવન ક્લાઉડ સર્વિસિસ તરફ વાળી દીધી છે.
ભારતીય આઇટી સેક્ટર પર પણ પડી અસર
છટણીની આ લહેર હવે ભારતના આઇટી સેક્ટર સુધી પહોંચી ચૂકી છે. દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની ટાટા કન્સ્લટન્સી સર્વિસિસે આ નાણાકીય વર્ષ જુલાઇ-સપ્ટેમ્બર ગાળામાં આશર 20,000 કર્મચારીઓને બહારનો રસ્તો દેખાડ્યો છે. આ કંપનીના ઇતિહાસની સૌથી મોટી છટણી માનવામાં આવી રહી છે. TCSએ આ પગલાને કારણે AI આધારિત પુનર્ગઠન અને સ્કિલ ગેપ બતાવ્યો. અન્ય ભારતીય આઇટી કંપનીો પણ નવા હાયરિંગ પર બ્રેક લગાવી રહી છે કારણકે હવે ઓટોમેશન પ્રમાણે મિડ-લેવલ નોકરીઓની જરૂરિયાત ઓછી થતી જઇ રહી છે.
ટેકનોલોજી નહીં આ ક્ષેત્રમાં પણ છટણીનુ વાવઝોડું
છટણી કટોકટી ફક્ત ટેક ક્ષેત્ર પૂરતી મર્યાદિત નથી. યુપીએસએ તેના લોજિસ્ટિક્સ નેટવર્કને સ્વચાલિત કરીને 48,000 નોકરીઓમાંથી કાઢી નાખી છે.ફોર્ડે પોતાના ઇલેક્ટ્રીક વ્હીકલ ઓપરેશનને સ્ટ્રીમલાઇન કરવા માટે 8,000થી 13,000 નોકરીઓમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. PwCએ ટેક્સ અને ઓડિટ ડિવીઝનમાં AI ઇન્ટિગ્રેશને કારણે 5,600 પદો પર ઘટાડો થયો છે. મીડિયા કંપની પેરામાઉન્ટ ગ્લોબલે પણ 2,000 કર્મચારીઓની છટણી કરી છે.