LG ઈલેક્ટ્રોનિક ઈન્ડિયાનું ભારતીય સ્ટોક માર્કેટમાં દમદાર લિસ્ટિંગ થયું છે. રૂપિયા 1140ના પ્રાઈઝ બેન્ડ પર આવેલા આ આઈપીઓના શેરનું લિસ્ટિંગ 50 ટકા પ્રિમિયમ પર થયું છે. આ આઈપીઓએ રોકાણકારોને પ્રથમ દિવસે જ માલામાલ કરી દીધા છે. જે રોકાણકારોની વચ્ચે હાલમાં ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. તેની વચ્ચે સોશિયલ મીડિયામાં કંપનીના MDની સ્પીચ પણ ખુબ વાયરલ થઈ રહી છે.
MDએ તમામ રોકાણકારોના દિલ જીતી લીધા
સોશિયલ મીડિયા પર LG Electronics Indiaના એમડી હોન્ગ જુ જિયોનની સ્પીચ વાયરલ થઈ રહી છે. તેમને આખી સ્પીચ હિન્દીમાં આપી છે. NSE લિસ્ટિંગ સેરેમની પર એમડીએ હિન્દીમાં સ્પીચ આપીને તમામ રોકાણકારોના દિલ જીતી લીધા છે. તમને જણાવી દઈએ કે હોન્ગ જુ જિયોનને જાન્યુઆરી 2023માં કંપનીના એમડી બનાવવામાં આવ્યા હતા અને લિસ્ટિંગ સેરેમની પર જ્યારે તેમને અંગ્રેજી કે કોરિયનની જગ્યા પર હિન્દી ભાષા પસંદ કરી અને તેનાથી રોકાણકારોના દિલ જીતી લીધા.
પોતાના સંબોધનમાં શું બોલ્યા એલજીના એમડી?
તેમને પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે નમસ્તે માનનીય અતિથિગણ વિશેષ રીતે NSEના સીઈઓ આશીષ ચૌહાણ. આ ઐતિહાસિક અવસર પર એલજી ઈલેક્ટ્રોનિક્સની સાથે સામેલ થવા માટે તમારા તમામ લોકોનો આભાર. આ IPO એલજી માટે માત્ર એક નાણાકીય સિદ્ધિ નથી પણ આ એક નવા ભવિષ્યની શરૂઆત છે. જેને અમે ભારતના લોકોની સાથે મળીને આગળ વધારીશું. ભવિષ્યમાં લાઈફ ગુડ્સની ભાવનાઓને વધારેમાં વધારે ભારતીય પરિવર્તનની સાથે સજાવતા રહીશું. આ સાથે જ તેમને ભારત સરકાર, સેબી, એનએસઈ, અન્ય પાર્ટનર્સ, એલજી પરિવાર અને ગ્રાહકોનો આભાર માન્યો.
લિસ્ટિંગ પર એલજીએ કરાવી મોટી કમાણી
એલજીના શેરનું લિસ્ટિંગ દમદાર રહ્યું છે અને 50 ટકાથી વધારેના પ્રિમિયમ પર કંપનીનો શેર લિસ્ટ થયો છે. ખાસ વાત એ છે કે લિસ્ટિંગ બાદ એલજીની ઈન્ડિયા ફર્મ કોરિયામાં સ્થિતિ તેની પેરેન્ટ કંપનીના વેલ્યુએશનથી પણ વધારે થઈ ગઈ. માર્કેટ બંધ થયા બાદ એલજીના શેર 48.24 ટકા પ્રિમિયમની સાથે 1,689 રૂપિયા પર બંધ થયા.
ડિસ્કલેમર- શેરમાર્કેટમાં રોકાણ કરતા પહેલા તમારા નિષ્ણાંત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી. સંદેશ ન્યૂઝ કોઈ પણ પ્રકારના રોકાણ માટે વાંચકોને પ્રોત્સાહિત કરતું નથી.