દિગ્ગજ કંપનીના શેરમાં ગુરૂવારે મોટો ઘટાડો જોવા મળ્યો છે, કારણ કે કંપનીનીના નફામાં 61 ટકાનો ઘટાડો થયો છે. ગયા વર્ષે આ કંપનીને 320 કરોડનો ચોખ્ખો નફો થયો હતો પણ ડિસેમ્બર ત્રિમાસિક દરમિયાન તેનો નફો 61 ટકા ઘટીને 89 કરોડ રૂપિયા રહ્યો છે.

ઈન્ટ્રા-ડેમાં શેર 8 ટકા તુટ્યો

અમે વાત કરી રહ્યા છીએ એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા કંપનીની ઓપરેશનલ રેવેન્યુ 6 ટકા ઘટીને 4,114 કરોડ રૂપિયા રહી છે. ત્રિમાસિક આધાર પર પણ રેવેન્યુમાં ભારે ઘટાડો આવ્યો છે. બીજા ત્રિમાસિક ક્વાર્ટરમાં રેવેન્યુ 6,174 કરોડ રૂપિયા હતી. 12 ફેબ્રુઆરી ગુરૂવારે કંપનીનો શેર ઈન્ટ્રા-ડે દરમિયાન 8 ટકા તુટીને 1,394 રૂપિયા પર આવી ગયો છે. જો કે ત્યારબાદ શેરમાં રિક્વરી જોવા મળી છે.

શું શેરમાં રોકાણ કરવું છે યોગ્ય?

એલજી ઈલેક્ટ્રોનિક્સની કૂલ આવક 4,190 કરોડ રૂપિયા થઈ છે, જે એક વર્ષ પહેલા 4,474 કરોડ રૂપિયા હતી. ટેક્સ પહેલાનો નફો 151 કરોડ રૂપિયા રહ્યો, જે અગાઉના નાણાકીય વર્ષના ત્રિમાસિક ક્વાર્ટરમાં 320 કરોડ રૂપિયા હતો. કૂલ ખર્ચ 4,038 રૂપિયા હતો. જો કે નિષ્ણાંતો આ કંપનીના શેર પર 1,746 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદવાની સલાહ આપે છે. ઉલ્લેખનીય છે કે એલજી ઈલેક્ટ્રોનિક્સ ઈન્ડિયા લિમિટેડના IPOએ રોકાણકારને માલામાલ કર્યા હતા. કંપનીનો શેર ઉંચા નફા સાથે બજારમાં લિસ્ટ થયો હતો. 

આ પણ વાંચો : RERA બંધ કરો, તે ફક્ત બિલ્ડરોને જ આપે છે ટેકોઃ સુપ્રીમ કોર્ટ