અદાણી ગ્રુપમાં LICના રોકાણને લઈને વોશિંગ્ટન પોસ્ટના એક રિપોર્ટ પર દેશભરમાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વિપક્ષે સરકાર પર પ્રશ્નો ઉભા કર્યા છે તો બીજી તરફ LICએ અમેરિકી મીડિયાના રિપોર્ટને પાયાવિહોણા ગણાવ્યા છે. રિપોર્ટમાં LIC પર અદાણી ગ્રુપમાં 3.9 અરબ ડોલરનું રોકાણ કરવાનો મોટો આરોપ લાગ્યો છે.
શું LICના નામને ખરાબ કરવાનું છે કાવતરું?
રિપોર્ટ મુજબ વીમા કંપનીએ અદાણી ગ્રુપને ફાયદો પહોંચાડવા માટે મે 2025માં આ રોકાણ કર્યું છે પણ LICએ આ સમગ્ર રિપોર્ટને ભ્રામક ગણાવી દીધા છે. વીમા કંપનીનું કહેવું છે કે આ રિપોર્ટ LICના નામને ખરાબ કરવા અને ભારતને મજબૂત નાણાકીય ક્ષેત્રને નુકસાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે LICનું અદાણી ગ્રુપમાં અને દેશની અન્ય કંપનીઓમાં LICનું રોકાણ કેટલું છે.
સપ્ટેમ્બર 2025ના ડેટા મુજબ LICનું અદાણી ગ્રુપની કઈ કંપનીઓમાં છે ભાગીદારી
- અદાણી પોર્ટસ- 7.73 ટકા (જુન પહેલા 8.14 ટકા હતી)
- અદાણી એન્ટરપ્રાઈઝ- 4.16 ટકા
- અદાણી ગ્રીન એનર્જી- 1.3 ટકા
- અદાણી એનર્જી સોલ્યુશન- 3.42 ટકા
- અદાણી ટોટલ ગેસ- 6 ટકા
- અંબુજા સિમેન્ટ- 7.31 ટકા
- ACC લિમિટેડ- 9.95 ટકા
તાજેત્તરના રિપોર્ટ મુજબ LICનું ઈક્વિટીમાં રોકાણ લગભગ 16 લાખ કરોડ રૂપિયા છે, જ્યારે અદાણી ગ્રુપની કંપનીઓમાં LICનું રોકાણ લગભગ 60,000 કરોડ રૂપિયાનું છે, એટલે કે LICના કૂલ રોકાણનું લગભગ 4 ટકા હિસ્સો અદાણી ગ્રુપની કંપનીઓમાં છે. LICએ અદાણી ગ્રુપ કરતા પણ વધારે રોકાણ દેશની અલગ અલગ કંપનીઓમાં કર્યું છે.
આ કંપનીમાં LICનું છે જંગી રોકાણ
- LICનું સૌથી વધારે રોકાણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં છે. જેમાં 1.38 લાખનું રોકાણ છે.
- ITC Ltdમાં LICનું રોકાણ લગભગ 82,000 કરોડ રૂપિયાથી વધુનું છે. 15.86 ટકા ભાગીદારી LICની છે.
- HDFC બેન્કમાં LICનું રોકાણ 72,500 કરોડ રૂપિયાનું છે. જેમાં LICની ભાગીદારી 5.45 ટકા છે.
- SBI બેન્કમાં LICની લગભગ 9.59 ટકા ભાગીદારી છે, જેની રકમ આશરે 68,000 કરોડ રૂપિયા છે.
- L&Tમાં LICનું રોકાણ 66,053 કરોડ રૂપિયા છે, આ કંપનીમાં 13 ટકાથી વધારે ભાગીદારી LICની છે.
- Infosys Ltdમાં LICનું રોકાણ લગભગ 63,400 કરોડ રૂપિયા છે.
ડિસ્કલેમર: શેરબજારમાં રોકાણ કરતા પહેલા નાણાકીય નિષ્ણાતની સલાહ અવશ્ય લેવી. સંદેશ ન્યુઝ કોઈ પણ પ્રકારના રોકાણ માટે પ્રોત્સાહિત કરતું નથી.