ભારતીય જીવન વીમા નિગમ (LIC)ને નાણાકીય વર્ષ 2021-22 માટે ઈન્કમટેક્સ વિભાગ તરફથી નોટિસ મળી છે. જેમાં ટેક્સ અને વ્યાજનો સમાવેશ થાય છે. વીમા કંપનીને 6146.71 કરોડ રૂપિયાનો ઈન્કમટેક્સ અને 953.25 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવવાનું કહેવામાં આવ્યું છે. LICનું કહેવું છે કે ઈન્કમટેક્સ વિભાગના મૂલ્યાંકન એકમે આકારણી દરમિયાન આવકમાં કેટલીક વસ્તુઓ ઉમેરી હતી અને કેટલીક કપાતને માન્યતા આપી ન હતી.

LIC કરશે અપીલ

જેમ કે આવકમાં વચગાળાના બોનસનો સમાવેશ, આવકમાં 'જીવન સુરક્ષા ભંડોળ'માંથી થયેલા નુકસાનનો સમાવેશ, આવકમાં નકારાત્મક અનામતનો સમાવેશ, કલમ 80M હેઠળ દાવો કરાયેલ કપાતની મંજૂરી ન આપવી, 'ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ' (TDS)ની મોડી ડિપોઝિટ પર વ્યાજની મંજૂરી ન આપવી.

કંપનીના શેર પર પડશે અસર

કંપનીએ કહ્યું છે કે આ આદેશ સામે ઈન્કમટેક્સ કમિશનર (અપીલ) સમક્ષ અપીલ દાખલ કરી શકાય છે. આ સૂચવે છે કે LIC આ માગણીના આદેશને પડકારવાનું વિચારી રહી છે. વીમા કંપનીએ કહ્યું કે આ આદેશની નાણાકીય અસર ફક્ત માગણીના આદેશમાં ઉલ્લેખિત ઈન્કમટેક્સ અને વ્યાજની રકમ સુધી મર્યાદિત છે. LICના કામકાજ અથવા અન્ય પ્રવૃત્તિઓ પર તેની કોઈ ખાસ અસર પડશે નહીં. હવે જોવાનું એ છે કે 27 માર્ચે કંપનીના શેરની હિલચાલ પર તેની શું અસર પડશે. 25 માર્ચે BSE પર શેર 780.60 રૂપિયા પર બંધ થયો હતો.

SBIને પણ રૂપિયા 6,338 કરોડની ડિમાન્ડ નોટિસ મળી હતી

ઈન્કમટેક્સ વિભાગે 2023-24 ના આકારણી વર્ષ માટે તપાસ બાદ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)ને વ્યાજ સહિત રૂપિયા 6,338 કરોડની માગ નોટિસ જાહેર ફટકારી હતી. બેન્કે જણાવ્યું હતું કે ઈન્કમટેક્સ વિભાગના આકારણી એકમે વિવિધ કારણોસર કેટલાક દાવાઓને નકારી કાઢ્યા હતા, જેના પરિણામે માગણી કરવામાં આવી હતી. 19 માર્ચ, 2026ના રોજનો આદેશ ઈન્કમટેક્સ કાયદાની કલમ 143(3), 144C(3) અને 144B હેઠળ જાહેર કરવામાં આવ્યો હતો. SBIએ સ્પષ્ટ કર્યું હતું કે આ આદેશ તેની કામગીરી અથવા અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓને અસર કરશે નહીં.

આ પણ વાંચો : Bharat Pet IPO : પેકેજિંગ કંપનીનો આવી રહ્યો છે IPO, 760 કરોડ રૂપિયાનો છે ઈશ્યુ

ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.