જ્યારે કોલકાતામાં તેની કિંમત 53.50 રૂપિયા વધીને 3,255.50 રૂપિયા પહોંચી ગઈ છે. આ નવા ભાવ 1 જૂનથી અમલમાં આવશે, જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય વ્યાવસાયિક ગ્રાહકો પર વધારાનો ખર્ચનો બોજ આવી શકે છે. જોકે, ઘરેલુ ઉપયોગના LPG સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતોમાં મહાનગરો પ્રમાણે અલગ-અલગ વધારો કરવામાં આવ્યો 

વ્યાવસાયિક ઉપયોગ માટેના 19 કિલોગ્રામના ગેસ સિલિન્ડરની કિંમતોમાં મહાનગરો પ્રમાણે અલગ-અલગ વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં દરેક સિલિન્ડર માટે 42 રૂપિયા વધુ ચૂકવવા પડશે, જ્યારે કોલકાતાના વેપારીઓને 53.50 રૂપિયાનો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડશે. પરિણામે બંને શહેરોમાં કમર્શિયલ LPGના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. આ વધારો એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે વેપારીઓ પહેલાથી જ ઇંધણ અને પરિવહન ખર્ચમાં વધારાને કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

5 કિલોગ્રામના FTL સિલિન્ડરની કિંમતમાં પણ 11 રૂપિયાનો વધારો

આ ઉપરાંત, તેલ માર્કેટિંગ કંપનીઓએ નાના વેપારીઓ અને સામાન્ય નાગરિકો દ્વારા ઉપયોગમાં લેવાતા 5 કિલોગ્રામના FTL સિલિન્ડરની કિંમતમાં પણ 11 રૂપિયાનો વધારો કર્યો છે. હવે દિલ્હીમાં આ નાનું સિલિન્ડર 821.50 રૂપિયાના નવા ભાવે મળશે. રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગમાં લેવાતા 14.2 કિલોગ્રામના LPG સિલિન્ડરની કિંમતોમાં આ વખતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

જાન્યુઆરીથી સતત વધી રહ્યા છે ભાવ

ઉલ્લેખનીય છે કે વર્ષ 2026ની શરૂઆતથી જ કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હીમાં જાન્યુઆરી મહિનામાં 19 કિલોગ્રામના કમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,691.50 રૂપિયા હતી. ત્યારબાદ ફેબ્રુઆરીમાં 49 રૂપિયા, માર્ચમાં 115 રૂપિયા, એપ્રિલમાં 195.50 રૂપિયા અને મે મહિનામાં તો પ્રતિ સિલિન્ડર 993 રૂપિયાનો ચોંકાવનારો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લા છ મહિનામાં વારંવાર ભાવ સુધારાઓ બાદ હવે દિલ્હીમાં કમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત 3,113.50 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.