જેપી ગ્રુપને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેપી ઈન્ફ્રાટેક લિમિટેડ પર EDએ મોટું એક્શન લીધું છે. મની લોન્ડ્રિંગ કેસમાં ઈડીએ કંપનીના એમડી મનોજ ગૌડની ધરપકડ કરી લીધી છે. ઈડીએ આરોપ લગાવ્યો છે કે જેપી એસોસિએટ્સ લિમિટેડ મનોજ ગૌડના માધ્યમથી 12,000 કરોડ રૂપિયાની છેતરપિંડી અને ઘર ખરીદનારાઓના પૈસાની હેરફેરમાં સામેલ છે.
ઘણા જરૂરી દસ્તાવેજોની સાથે રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી
ઉલ્લેખનીય છે કે આ વર્ષે મે 2025માં EDએ PMLA હેઠળ મોટી કાર્યવાહી કરતા જેપી ઈન્ફ્રાટેક સિવાય જેપી એસોસિએટ્સ અને તેની સંબંધિત કંપનીઓ પર દરોડા પાડ્યા હતા. એક રિપોર્ટ મુજબ તે સમયે દિલ્હી-મુંબઈ સહિત લગભગ 15 ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. 23 મે 2025એ આ દરોડાની કાર્યવાહીમાં ઘણા જરૂરી દસ્તાવેજોની સાથે રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી હતી. ઈડીએ જણાવ્યું કે તેને જેપી ઈન્ફ્રાટેક લિમિટેડ, જયપ્રકાશ એસોસિએટસ લિમિટેડ અને અન્ય કંપનીઓની વિરૂદ્ધ કથિત પૈસાની છેતરપિંડીના મામલે જોડાયેલા મની લોન્ડ્રિંગની તપાસમાં 1.70 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી છે.
