ગયા અઠવાડિયે સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 7 કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઈઝેશનમાં 1,23,724.19 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વેલ્યુએશનમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ગયા અઠવાડિયે, BSE સેન્સેક્સ 720.56 પોઈન્ટ અથવા 0.84 ટકા વધ્યો હતો. ટોચની 10 કંપનીઓમાં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, લાર્સન એન્ડ ટુબ્રો અને હિન્દુસ્તાન યુનિલિવર વધ્યા હતા. બીજી તરફ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ઈન્ફોસિસ અને બજાજ ફાઈનાન્સના વેલ્યુએશનમાં ઘટાડો થયો હતો.

ICICI બેન્કના માર્કેટ કેપમાં વધારો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઈઝેશન 45,266.12 કરોડ રૂપિયા વધીને 21,54,978.60 કરોડ રૂપિયા થયું. તેવી જ રીતે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની માર્કેટ કેપ 30,414.89 કરોડ રૂપિયા વધીને 9,22,461.77 કરોડ રૂપિયા, લાર્સન એન્ડ ટુબ્રોનું માર્કેટ કેપ 16,204.34 કરોડ રૂપિયા વધીને 5,72,640.56 કરોડ રૂપિયા, હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ 14,626.21 કરોડ રૂપિયા વધીને 5,51,637.04 કરોડ રૂપિયા, HDFC બેન્કનું માર્કેટ કેપ 13,538.43 કરોડ રૂપિયા વધીને 15,40,303.87 કરોડ રૂપિયા, ICICI બેન્કનું માર્કેટ કેપ 3,103.99 કરોડ રૂપિયા વધીને 9,68,773.14 કરોડ રૂપિયા અને ભારતી એરટેલનું માર્કેટ કેપ 570.21 કરોડ રૂપિયા વધીને 12,01,262.53 કરોડ રૂપિયા થયું છે.

ઈન્ફોસિસના માર્કેટ કેપિટલાઈઝેશનમાં ઘટાડો

બીજી તરફ, TCSનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 10,745.72 કરોડ ઘટીને રૂ. 11,75,914.62 કરોડ થયું. ઈન્ફોસિસનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 6183.25 કરોડ ઘટીને રૂપિયા 6,81,635.59 કરોડ અને બજાજ ફાઈનાન્સનું રૂ. 5,693.58 કરોડ ઘટીને રૂ. 6,16,430.43 કરોડ થયું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી મૂલ્યવાન કંપની રહી. ત્યારબાદ HDFC બેન્ક, ભારતી એરટેલ, TCS, ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને હિન્દુસ્તાન યુનિલિવરનો સમાવેશ થાય છે.

નવા અઠવાડિયામાં ફક્ત એક જ કંપની લિસ્ટ થવાની છે. આ કંપની મોડર્ના ડાયગ્નોસ્ટિક્સ છે. કંપનીનો ₹36.89 કરોડનો IPO 31 ડિસેમ્બરે ખુલ્યો અને 2 જાન્યુઆરીએ બંધ થયો. તેમાં 376.90 વખત સબસ્ક્રાઈબ થયું છે, જેનું એલોટમેન્ટ 5 જાન્યુઆરીએ થશે. ત્યારબાદ શેર 7 જાન્યુઆરીએ BSE SME પર લિસ્ટ થવાની ધારણા છે.

આ પણ વાંચો: Share Market : વિદેશી રોકાણકારો અટકવાનું નથી લઈ રહ્યા નામ, 2 દિવસમાં 7,608 કરોડ ઉપાડ્યા


ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.