શેરબજારમાં નબળા વલણને કારણે ગયા અઠવાડિયે સેન્સેક્સની ટોચની 10 સૌથી વધુ માર્કેટકેપ ધરાવતી કંપનીઓમાંથી 9 કંપનીઓના માર્કેટ કેપમાં રૂપિયા 2.51 લાખ કરોડનો ઘટાડો થયો છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ગયા અઠવાડિયે સેન્સેક્સ 2,032.65 પોઈન્ટ અથવા 2.43 ટકા ઘટ્યો હતો.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને પડ્યો મોટો ફટકો
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ICICI બેન્ક અને ભારતી એરટેલ સહિત ટોચની 10 કંપનીઓમાંથી 9 કંપનીઓના માર્કેટ કેપમાં રૂપિયા 2,51,711.6 કરોડનો ઘટાડો થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂપિયા 96,960.17 કરોડ ઘટીને રૂપિયા 18,75,533.04 કરોડ થયું હતું.
આ જ પ્રકારે ICICI બેન્કનું માર્કેટ કેપ 48,644.99 કરોડ રૂપિયા ઘટીને 9,60,825.29 કરોડ રૂપિયા, HDFC બેન્કનું માર્કેટ કેપ 22,923.02 કરોડ રૂપિયા ઘટીને 14,09,611.89 કરોડ રૂપિયા, ભારતી એરટેલનું માર્કેટ કેપ 17,533.97 કરોડ રૂપિયા ઘટીને 11,32,010.46 કરોડ રૂપિયા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)નું માર્કેટ કેપ 16,588.93 કરોડ રૂપિયા ઘટીને 11,43,623.19 કરોડ રૂપિયા, L&Tનું માર્કેટ કેપ 15,248.32 કરોડ રૂપિયા ઘટીને 5,15,161.91 કરોડ રૂપિયા, બજાજ ફાઈનાન્સનું માર્કેટ કેપ 14,093.93 કરોડ રૂપિયા ઘટીને 5,77,353.23 કરોડ રૂપિયા, SBIનું માર્કેટ કેપ 11,907.5 કરોડ રૂપિયા ઘટીને 9,50,199.77 કરોડ રૂપિયા અને ઈન્ફોસિસનું માર્કેટ કેપ ઘટ્યું. 15,248.32 કરોડ રૂપિયા ઘટીને 5,15,161.91 કરોડ રૂપિયા થયું. 7,810.77 કરોડ રૂપિયા ઘટીને 6,94,078.82 કરોડ રૂપિયા થયું.
કઈ કંપનીનું માર્કેટ કેપ વધ્યું?
બીજી તરફ હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ રૂપિયા 12,311.86 કરોડ વધીને રૂપિયા 5,66,733.16 કરોડ થયું. સેન્સેક્સ પેકમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું નેતૃત્વ રહ્યું, ત્યારબાદ HDFC બેન્ક, TCS, ભારતી એરટેલ, ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે. નવા સપ્તાહમાં મેઈનબોર્ડ સેગમેન્ટમાં શેડોફેક્સ ટેક્નોલોજીસના શેર 28 જાન્યુઆરીએ BSE અને NSE પર લિસ્ટ થવાના છે. ડિજિલોજિક સિસ્ટમ્સ પણ તે જ દિવસે BSE SME પર લિસ્ટ થવાની ધારણા છે. KRM આયુર્વેદના શેર 29 જાન્યુઆરીએ NSE SME પર ડેબ્યૂ કરી શકે છે. હેન્ના જોસેફ હોસ્પિટલ અને શાયોના એન્જિનિયરિંગના શેર 30 જાન્યુઆરીએ BSE SME પર લિસ્ટ થઈ શકે છે.
આ પણ વાંચો : Upcoming IPO : સેબીએ એક સાથે 13 કંપનીઓના IPOને આપી મંજૂરી, વાંચી લો કંપનીઓના નામ
ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.