Maruti Suzukiએ ઇતિહાસ રચતા દુનિયાને દિગ્ગજ કાર નિર્માતાઓ જેમ કે ફોર્ડ, જનરલ મોટર્સ અને ફોક્સેવેગનને માર્કેટ કેપિચલાઇઝેશનના મામલે પાછળ છોડી દીધી છે. અહિંયા સુધી કે મારૂતિની પેરેન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશને જાપાનની પણ મારૂકિ સુઝુકીને પાછળ છોડી દીધી છે.

ઓટોમોબાઇલ માર્કેટમાં નવી ઓળખ બનાવી

ભારતની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ વૈશ્વિક ઓટોમોબાઇલ માર્કેટમાં નવી ઓળખ બનાવી છે. તાજેતરની રિપોર્ટ અનુસાર, હવે મારુતિ સુઝુકી દુનિયાની ટોપ-10 સૌથી મૂલ્યવાન કાર કંપનીઓમાં સ્થાન ધરાવે છે. કંપની 8મા સ્થાને પહોંચી ગઈ છે અને તેનું માર્કેટ કેપિટલાઈઝેશન લગભગ 57.6 બિલિયન અમેરિકન ડોલર (₹4.8 લાખ કરોડથી વધુ) થવા આવ્યું છે.

કાર હવે વધુ સસ્તી બની

હવે સવાલ એ ઉભો થાય છે કે મારૂતિની આ છલાંગ સંભવ કેવી રીતે થઇ, આનુ મોટુ કારણ છે કે હાલમાં જ લાગુ થયેલ સંશોધિત જીએસટી સ્ટ્રક્ચરઅને બજેટ-ફ્રેન્ડલી કાર (જેમ કે અલ્ટો, એસ-પ્રેસો, વેનેઆર) પર ટેક્સમાં રાહત મળી. જેનાથી કાર હવે વધુ સસ્તી બની તેની અસર ડિમાન્ડ અને બુકિંગ પર પડી.

દુનિયાની ટોપ 10 ઓટોમોબાઇલ કંપનીઓ


રેન્ક કંપનીમાર્કેટ કેપ(અમેરિકી ડોલરમાં )

1ટેસ્લા 
1.4 ટ્રિલિયન
2 ટોયોટા314 બિલિયન
3 BYD 133 બિલિયન
4ફેરારી92.7 બિલિયન
5 બીએમડબલ્યુ 61.3 બિલિયન
6  મર્સિડીઝ-બેન્જ59.8 બિલિયન
7 હોન્ડા મોટર 59 બિલિયન
8મારુતિ સુઝુકી 57.6 બિલિયન
9 જનરલ મોટર્સ 557.1 બિલિયન
10 ફોક્સવેગન 55.7 બિલિયન

પેરેન્ટ કંપની સુઝુકી પણ થઇ મારુતિ પાછળ

દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીએ પોતાની જ પેરેન્ટ કંપની સુઝુકી મોટર કોર્પોરેશન, જાપાનને પણ પાછળ છોડી દીધું છે. સુઝુકી મોટરની વર્તમાન માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 29 બિલિયન ડોલર છે, જે મારુતિ સુઝુકીના 57.6 બિલિયન ડોલર કરતા નક્કી ઓછું છે. ગ્લોબલ રેન્કિંગમાં, હવે મારુતિ હોન્ડા મોટર (59 બિલિયન ડોલર) ની તુલનામાં થોડી નીચે આવી છે.