MCX Electricity Futuresમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ નવો રેકોર્ડ રચ્યો છે. એક જ દિવસમાં આ કોન્ટ્રાક્ટનું ટર્નઓવર વધીને ₹245 કરોડના રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. ટ્રેડિંગ વોલ્યુમ 4.20 લાખ MWh રહ્યું, જ્યારે ઓપન ઇન્ટરેસ્ટ પણ વધીને 1.40 લાખ MWhના અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યું. આ આંકડાઓ દર્શાવે છે કે Electricity Futuresમાં રોકાણકારો અને અન્ય બજાર ભાગીદારોની રુચિ વધી રહી છે.

ટર્નઓવર અને ટ્રેડિંગ વોલ્યુમમાં રેકોર્ડ

4 સપ્ટેમ્બરે MCX Electricity Futuresમાં એક દિવસનું ટર્નઓવર ₹245 કરોડ રહ્યું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. આ દિવસે કોન્ટ્રાક્ટમાં 4.20 લાખ MWhનો વેપાર થયો હતો. સાથે જ ઓપન ઇન્ટરેસ્ટ 1.40 લાખ MWh સુધી પહોંચી ગયો હતો. આથી સ્પષ્ટ થાય છે કે આ કોન્ટ્રાક્ટમાં બજારની ભાગીદારી ધીમે-ધીમે વધી રહી છે.

સરેરાશ દૈનિક ટ્રેડિંગમાં પણ વધારો

Electricity Futuresમાં ટ્રેડિંગ એક્ટિવિટી સતત મજબૂત બની રહી છે. FY26 દરમિયાન તેનો સરેરાશ દૈનિક વોલ્યુમ 65,631 MWh હતો. FY27માં 3 સપ્ટેમ્બર 2026 સુધીમાં આ આંકડો વધીને 89,213 MWh થયો છે. એટલે કે સરેરાશ ટ્રેડિંગમાં આશરે 36 ટકાનો વધારો થયો છે. ખાસ વાત એ છે કે MCX Electricity Futuresના ચારેય એક્સપાયરી-મન્થ કોન્ટ્રાક્ટમાં સક્રિય ટ્રેડિંગ જોવા મળી રહ્યું છે. આ સમગ્ર કોન્ટ્રાક્ટ માર્કેટમાં સારી ભાગીદારી અને લિક્વિડિટી તરફ ઈશારો કરે છે.

ઓપન ઇન્ટરેસ્ટ વધવાથી બજાર વધુ સક્રિય

FY26માં સરેરાશ ઓપન ઇન્ટરેસ્ટ 52,548 MWh હતો, જે FY27માં 3 સપ્ટેમ્બર 2026 સુધીમાં વધીને 76,357 MWh થયો છે. એટલે કે તેમાં લગભગ 45 ટકાનો વધારો થયો છે. લાંબા ગાળાની એક્સપાયરી ધરાવતા કોન્ટ્રાક્ટમાં પણ વોલ્યુમ અને લિક્વિડિટી વધ્યા છે. જેના કારણે બજારના ભાગીદારોને ભવિષ્યના વીજળીના ભાવમાં થતા ફેરફારને મેનેજ કરવા માટે વધુ વિકલ્પ મળી રહ્યા છે.

વીજળીના ભાવ નક્કી કરવામાં પણ મદદ

Electricity Futuresના ભાવ સ્પોટ માર્કેટના ભાવ સાથે આગળ વધી રહ્યા છે. આ પ્રક્રિયા વીજળીના ભાવની વધુ સારી રીતે જાણકારી મેળવવામાં એટલે કે પ્રાઇસ ડિસ્કવરીમાં મદદરૂપ થઈ રહી છે. આ માર્કેટમાં માત્ર નાણાકીય રોકાણકારો જ નહીં, પરંતુ વીજળી ઉત્પાદકો, ડિસ્કોમ્સ તેમજ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રાહકોની ભાગીદારી પણ વધી રહી છે. 

આ પણ વાંચો: Smart TV વધુ વીજળી ખાય છે? ફટાફટ બદલી નાખો આ 5 સેટિંગ્સ, નહીં આવે બિલ!