ફેક બેંક ગેરંટી મામલે રિલાયન્સ પાવર સામે ઇડી એક્શનમાં જોવા મળ્યું છે. રિલાયન્સ પાવર લિમિટેડના સીએફઓ અશોક કુમાર પાલની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડ કથિત રીતે રિલાયન્સ પાવર સાથે જોડાયેલ ફેક બેંક ગેરંટી અને ફેર ઇનવોસિંગ મામલે થઇ છે.
ગઇકાલે પૂછપરછ અને આજે ધરપકડ
અશોક કુમાર પાલની ગઇકાલે રાત્રે જ દિલ્હી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી હતી જે બાદ તેમને કસ્ટડીમાં લેવાયા છે. અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ આજે રિમાન્ડ માટે તેઓને જજ સમક્ષ રજૂ કરાશે.
Also Read
શું છે આરોપ ?
રિલાયન્સ પાવર લિમિટેડ (RPL) ના ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર (CFO) અશોક કુમાર પાલને મોટા પાયે ભંડોળના ડાયવર્ઝન અને છેતરપિંડીવાળા બેંક ગેરંટી કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. RPL એક લિસ્ટેડ કંપની છે જેમાં 75% થી વધુનો જાહેર શેરહોલ્ડિંગ છે. અહેવાલો અનુસાર, અશોક પાલને કંપની બોર્ડના ઠરાવ દ્વારા SECI બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) ટેન્ડર સંબંધિત બધી ફાઇલો અને દસ્તાવેજો પર સહી કરવા અને મંજૂરી આપવા માટે અધિકૃત કરવામાં આવ્યા હતા. આ સત્તાનો ઉપયોગ કરીને, તેમણે કંપનીની નાણાકીય વિશ્વસનીયતાનો દુરુપયોગ કર્યો.
તેમણે SECI ને છેતરપિંડી કરવાના ઇરાદાથી ₹68 કરોડથી વધુ મૂલ્યની બનાવટી બેંક ગેરંટી (BG) સબમિટ કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમણે આ છેતરપિંડીના પુરાવાના આયોજન, દેખરેખ, ભંડોળ અને છુપાવવામાં સીધી ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ છે. . તેમણે બેંક ગેરંટી પૂરી પાડવા માટે જે કંપની પસંદ કરી હતી, બિસ્વાલ ટ્રેડલિંક પ્રા. લિ. (BTPL), એક નાની પેઢી છે જે રહેણાંક સરનામાથી કાર્યરત છે અને તેનો કોઈ વાસ્તવિક BG જાહેર કરવાનો કોઈ રેકોર્ડ નથી. આ કંપનીના ડિરેક્ટર, પાર્થ સારથી બિસ્વાલ હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
વાસ્તવિક બેંકોના ઇમેઇલ ડોમેનનો કર્યો ઉપયોગ
અશોક પાલને કરોડો રૂપિયાના છેતરપિંડીવાળા ટ્રાન્સપોર્ટ બિલ દ્વારા ભંડોળની ઉચાપત કરવાનો આરોપ છે. તેમણે વોટ્સએપ અને ટેલિગ્રામ દ્વારા ફાઇલોને મંજૂરી આપી હોવાના અહેવાલ છે, જેના કારણે કંપનીની સત્તાવાર SAP અથવા વેન્ડર સિસ્ટમની બહાર ચુકવણીઓ પ્રક્રિયા થઈ શકતી હતી. કૌભાંડની ગંભીરતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે રિલાયન્સ પાવર દ્વારા પૂરી પાડવામાં આવેલી બેંક ગેરંટી ફિલિપાઇન્સના મનીલામાં ફર્સ્ટરેન્ડ બેંકના નામે હતી, જોકે આ બેંકની ફિલિપાઇન્સમાં કોઈ શાખા નથી.
તેઓએ એક નકલી બેંક સિન્ડિકેટની મદદ લીધી જેણે [email protected] ને બદલે s-bi.co.in જેવા વાસ્તવિક બેંકોના ઇમેઇલ ડોમેનનો ઉપયોગ કર્યો. તેવી જ રીતે, lndianbank.in, lndusindbank.in, pnblndia.in, psdbank.co.in, siliguripnb.co.in, Iobbank.co.in અને unionbankoflndia.co.in જેવા નકલી ડોમેન બનાવવામાં આવ્યા હતા જેથી લોકોને ગેરમાર્ગે દોરી શકાય કે તે અસલી બેંક છે. નકલી બેંક ગેરંટી અને નાણાંની ઉચાપતના આ સમગ્ર રમતમાં અશોક કુમાર પાલની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી હોવાનું જાણવા મળ્યું છે. જેણે સામાન્ય લોકો અને રોકાણકારોના હિતોને સીધું નુકસાન પહોંચાડ્યું છે.













