જાપાનના મુખ્ય લેન્ડર MUFG બેન્કે બુધવારે શ્રીરામ ફાઈનાન્સ લિમિટેડમાં રૂપિયા 39,618 કરોડમાં 20 ટકા ભાગીદારી મેળવી લીધી છે. આ ભારતના ફાઈનાન્સિયલ સેક્ટરમાં બે દેશો વચ્ચે થયેલું અત્યાર સુધીનું સૌથી મોટું રોકાણ છે. શ્રીરામ ફાઈનાન્સે જણાવ્યું કે કંપનીના મેનેજમેન્ટે બુધવારે એક બેઠકમાં MUFG બેન્કને પ્રિફરેનશિયલ ઈશ્યૂના માધ્યમથી ઈક્વિટી શેર આપવાની મંજૂરી આપી. પ્રિફરેનશિયલ ઈશ્યૂ એ એક પ્રક્રિયા છે જેમાં કંપની ચોક્કસ રોકાણકારોને જ શેર જાહેર કરે છે.

MUFGએ લગભગ 47.11 કરોડ શેર ખરીદ્યા

આ ડીલમાં MUFG બેન્કે 840.93 રૂપિયા પ્રતિ શેરના દરથી લગભગ 47.11 કરોડ શેર ખરીદ્યા છે. ભારતના પ્રતિસ્પર્ધા કમિશન અને તમામ જરૂરી નિયમનકારી મંજૂરીઓ બાદ આ વેપાર પૂર્ણ થયો છે. શેરના એલોટમેન્ટ પછી MUFG બેન્કની SFLમાં સંપૂર્ણ રીતે ડાઈલ્યુટેડ આધાર પર 20 ટકા હિસ્સેદારી રહેશે. MUFG બેન્કના દાવા મુજબ આ રોકાણ ભારતમાં તેની હાજરી મજબૂત કરશે અને SFLને તેની લાંબી અવધિની વિકાસ રણનીતિને ઝડપ આપવાનું અને વૈશ્વિક વિશેષજ્ઞતા અને ક્ષમતા ઉપયોગ કરવાનો લાભ મળશે.

રિટેલ સેક્ટરમાં વિકાસ માટે મોટી સંભાવનાઓ

SFLના એક્ઝિક્યુટિવ વાઈસ ચેરમેને જણાવ્યું કે આ સહયોગ નવિનતા માટે નવા માર્ગ ખોલશે, વિવિધ ફંડિંગ ઉપલબ્ધ કરાવશે અને રિસ્ક મેનેજમેન્ટ તથા ગવર્નન્સમાં વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવામાં મદદ કરશે. MUFGના પ્રેસિડેન્ટ અને ગ્રુપ CEOએ કહ્યું કે SFL ભારતમાં એક આગેવાન નાણાકીય સંસ્થા છે, જેના વ્યવસાય આધાર મજબૂત છે અને MSME અને રિટેલ સેક્ટરમાં વિકાસ માટે મોટી સંભાવનાઓ છે. આ રોકાણ બંને સંસ્થાઓ માટે લાંબા ગાળાના વ્યૂહાત્મક સહયોગને મજબૂત બનાવશે.

આ પણ વાંચો : LIC પોતાના રોકાણકારોને આપશે બોનસ શેર! આ તારીખનું રાખજો ખાસ ધ્યાન