ભારતની પ્રમુખ કંપની રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટસ ભારતે ઝડપથી વધતા પેટ એનિમલ ફુડ માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યા છે. આની સાથે જોડાયેલા લોકો દ્વારા જાણવા મળ્યુ છે કે કંપની પોતાના પ્રોડ્કટ્સને નેસ્લે, માર્સ., ગોધરેજ, કન્ઝ્યુમર પ્રોડક્ટસ અને ઇમામી જેવા પ્રમુખ કંપનીઓની તુલનામાં અડધી કિંમતો પર જાહેર કરશે. એક અધિકારીના જણાવ્યા અનુસાર રિલાયન્સે વિતરકો અને વેપાર ચેનલોને જાણ કરી છે કે તે કોલા ક્ષેત્રની તેની વ્યૂહરચનાની જેમ, તેના બ્રાન્ડ વેજીસની કિંમત હાલના ખેલાડીઓ કરતા 20-50 ટકા ઓછી રાખી રહી છે.


આ શહેર પર ફોકસ

રિલાયન્સ રિટેલની કન્ઝ્યુમર પ્રોડક્ટ આર્મ, કેન્પા કોલામાં પોતાની છેલ્લી પ્રવિષ્ટિની રણનીતિનો ઉપયોગ પાળતુ પશુઓની દેખરેખના ક્ષેત્રમાં હાજર કંપનીઓને પડકાર આપવા માટે કરી રહી છે. જે પાલતુ પ્રાણીઓની વધતી માલિકી અને પ્રીમિયમાઇઝેશનની લહેરને કારણે વિકસિત થયું છે.એક અધિકારીના જણાવ્યા મુજબ, પાલતુ પ્રાણીઓ માટેનો ખોરાક ટિયર-2 કેન્દ્રોમાં સામાન્ય વેપાર અને અર્ધ-શહેરી સ્ટોર્સ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.RCPL તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ દેશના પાલતુ ખોરાકનું બજાર હાલમાં ₹31,000 કરોડથી વધુનું હોવાનો અંદાજ છે.

2027 સુધી સમગ્ર દેશમાં મળશે સામાન

કંપની પોતાની દરેક કેટેગરી જેમ કે કોલ્ડ ડ્રિંક, જ્યુસ, એનર્જી ડ્રિંક, પાણી અને સ્ટેપલમાં પોતાની બ્રાન્ડ હાલના સ્પર્ધકોની તુલનામાં 20થી 40 ટકા ઓછા ભાવ પર વેચે છે. તેના કારણે ઘણા સ્પર્ધકો તો સવાર્તક પ્રચાર વધારી રહ્યા છે, અથવા બિઝનેસ માર્જિન ઓફર કરી રહ્યા છે, વધુ નાના અને ઓછા ભાવના પેક બજારમાં લાવી રહ્યા છે. પરંતુ હજી સુધી કંપનીના કોઈ પણ બ્રાન્ડને નેશનલ લેવલ પર ઉપલબ્ધિ મળી નથી.રિલાયન્સના કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ વિભાગના ડિરેક્ટર ટી. કૃષ્ણકુમારે ETને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કંપની એ સુનિશ્ચિત કરવા માંગે છે કે માર્ચ 2027 સુધી તેનો કન્ઝ્યુમર પોર્ટફોલિયો રાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ હોય.

કોકા–કોલાના ભૂતપૂર્વ વડા કૃષ્ણકુમારે કહ્યું કે RCPL 60 કરોડ સામાન્ય ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને પાડોશની દુકાનોને આજની કિંમત પર માર્જિન આપીને તેમના સાથે કામ કરવાની રણનીતિ પર કાર્યરત છે.

31 હજાર કરોડનું બજાર

રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સની તાજેતરની રિપોર્ટ અનુસાર ભારતનો પાલતુ પ્રાણીઓની સંભાળની બજાર 2028 સુધી બે ગણી વધીને 7 અબજ ડોલર પહોંચવાની શક્યતા છે, જે હાલ 3.5 અબજ ડોલર છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતીય ઘરોમાં પાલતુ પ્રાણીઓની સંખ્યા 2019ના 2.6 કરોડમાંથી વધીને 2024માં 3.2 કરોડ થવાની છે. રિપોર્ટ અનુસાર, બજારને આગળ ધપાવતો એક મહત્વનો ટ્રેન્ડ છે પ્રીમિયમાઇઝેશન અને સબ્સ્ક્રિપ્શન સર્વિસિસ, જે ખોરાક, બ્યુટી પ્રોડક્ટ્સ અને હેલ્થ સર્વિસની ડિલિવરી આપે છે. પેટ કેર કેટેગરીમાં મોટા બ્રાન્ડ્સમાં પેડિગ્રી, પુરીના, સુપરટેલ્સ અને રોયલ કેનિન સામેલ છે, જ્યારે મુખ્ય સ્ટાર્ટઅપ્સમાં હેડ્સ અપ ફોર ટેલ્સ અને ડ્રૂલ્સનો સમાવેશ થાય છે.



  • Follow us on: