નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં નવિં ઇન્કમ ટેક્સ બિલ 2025 રજૂ કર્યુ જે હવે ઇન્કમટેક્સ અધિનિયમ 1961ની જગ્યા લેશે. ગત સપ્તાહે લોકસભામાં આ બિલ રજૂ કર્યા બાદ લોકસભા સ્થગિત થઇ ગઇ હતી જેથી આજે ફરીથી સદનમાં બિલ રજૂ કરાયુ . સરકારે કમિટીના સૂચનો પર કેટલાક બદલાવ કર્યા છે. સંસદીય મામલાના મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે આ જૂના બિલ કરતા બિલકુલ અલગ હશે.


લોકસભા પસંદગી સમિતિના અધ્યક્ષ રહેલા ભાજપના નેતા બૈજયંત પાંડાએ આવકવેરા બિલમાં 285 સૂચનો આપ્યા છે, જેને સરકારે સ્વીકારી લીધા છે. જૂના આવકવેરા બિલ અંગે ઘણી મૂંઝવણ છે, તેથી હવે તેનું નવું સંસ્કરણ રજૂ કરવામાં આવ્યું છે.


શું કરવામાં આવ્યા સૂચનો

  • જૂના બિલમાં એવી જોગવાઇ હતી કે ઇન્કમ ટેક્સ રિટર્ન નક્કી સમયસીમા પર ફાઇલ ન કર્યુ તો રિફંડ નહી મળે. પેનલે આ જોગવાઇને હટાવા સૂચન કર્યું હતું.
  • આવકવેરા કાયદાની કલમ 80M ચોક્કસ કંપનીઓને ઇન્ટર-કોર્પોરેટ ડિવિડન્ડ આપવાની વાત કરે છે. શુક્રવારે રજૂ કરાયેલા બિલમાં આ જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, આ બિલ સરકારે પાછું ખેંચી લીધું હતું.
  • આવકવેરા બિલ પર રચાયેલી સમિતિએ કરદાતાઓને NIL TDS પ્રમાણપત્ર આપવાનું સૂચન કર્યું હતું.

વ્યક્તિગત કરદાતાઓ માટે સૂચનો

  • 'શૂન્ય' કર કપાત પ્રમાણપત્ર - ચોક્કસ કિસ્સાઓમાં કર કપાતમાંથી મુક્તિ આપતા પ્રમાણપત્રો જાહેર કરવા
  • અજાણતાં ભૂલો માટે દંડ માફી - નાની ભૂલો માટે દંડ માફ કરવાની સુવિધા.
  • નાના કરદાતાઓ માટે મોડું ITR ફાઇલ કરવા માટે રિફંડ - નાના કરદાતાઓ મોડા રિટર્ન ફાઇલ કરે તો પણ રિફંડ કરવાની સુવિધા.
  • NPA ની સ્પષ્ટ વ્યાખ્યા - NPAની વ્યાખ્યા વધુ સ્પષ્ટ કરવાની માંગ, જેથી કર અને બેંકિંગ નિયમોમાં લાંબા વિવાદો ટાળી શકાય.

નવા ટેક્સ બિલમાં કરાયો આ ફેરફાર

  • 816ની જગ્યાએ બિલમાં 536 કલમો છે.
  • તેને સરળ ભાષામાં ખાસ કરીને કોર્ટ કેસ ઓછા કરવા માટે ડિઝાઇન કરાયા છે.
  •  આ નવા બિલમાં શબ્દોની સંખ્યા હાલના કાયદાના 5.12 લાખની તુલનામાં ઘટીને 2.6 લાખ રહી ગઇ છે.
  • જ્યારે અધ્યાય 47થી ઘટાડીને 23 કરી દેવાયા.

નવા ટેક્સ બિલમાંથી 1200 જોગવાઈઓ અને 900 સ્પષ્ટતાઓ દૂર કરવામાં આવી છે. બીજો મોટો ફેરફાર એ છે કે કરદાતાઓ માટે, આ બિલ અત્યાર સુધી અપનાવવામાં આવેલા 'અસેસમેન્ટ યર' અને 'પાછલા વર્ષ' ના ખ્યાલને એકીકૃત 'કર વર્ષ' સાથે બદલવાનો પ્રસ્તાવ મૂકે છે. તમને જણાવી દઈએ કે હાલમાં પાછલા વર્ષની આવક પર કર ચૂકવણી Assessment Year માં કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે 2023-24માં કમાયેલી આવક પર 2024-25માં કર લાદવામાં આવે છે.


https://twitter.com/sansad_tv/status/1954828969607335990