ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે હવે ટેક્સ ચોરીને લઈને કડક વલણ અપનાવી રહ્યું છે. 1 એપ્રિલ, 2026થી ટેક્સ ચોરીના કેસમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે તમારા સોશિયલ મિડીયા એકાઉન્ટ, પર્સનલ ઈ-મેઈલ, બેંક એકાઉન્ટ, ઓનલાઈન ઈનવેસ્ટમેન્ટ એકાઉન્ટ, ટ્રેડિંગ એકાઉન્ટને હેક કરવા અને તેના સુધી પહોંચવાનો કાયદાકીય અધિકાર હશે. જો તેમને શંકા થશે કે તમે ઈન્કમ ટેક્સની ચોરી કરી છે કે તેમને એવું લાગશે કે તમારી પાસે ગરકાયદેસર પૈસા, ગોલ્ડ જ્વેલરી, મોંઘી વસ્તુઓ કે સંપત્તિ છે, જેના પર તમે ટેક્સ ચુકવ્યો નથી, તો તેઓ કડક વલણ અપનાવી શકે છે.
નવા ઈન્કમ ટેક્સ બિલમાં શું બદલાશે?
તેમને આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 132 હેઠળ આ અધિકાર મળશે. જેમાં આવકવેરા વિભાગ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિની પ્રોપર્ટી, દસ્તાવેજો અને ખાતાઓની શોધ અને જપ્ત કરવાની મંજૂરી આપે છે. નવા આવકવેરા બિલમાં ઈન્કમ ટેક્સ વિભાગને કરદાતાઓની ડિજિટલ સંપત્તિઓ પર ઍક્સેસ મેળવવાનો અધિકાર હશે.
ડિજિટલ મિલકતો પર પણ તપાસ શરૂ
નવા ઈન્કમ ટેક્સ બિલ અંતર્ગત અધિકારીઓ પાસે તમારી કોમ્પ્યુટર સિસ્ટમ અથવા વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસનું પણ ઍક્સેસ હશે. જો અધિકારીને શંકા હોય કે તમે જાણી જોઈને ઈન્કમ ટેક્સની ચોરી કરી રહ્યા છો, તો તેઓ તમારા કમ્પ્યુટર સિસ્ટમ, ઇમેઇલ અથવા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એન્ટર શકે છે.
નવા આવકવેરા બિલમાં કયા ફેરફારો લાગુ થશે?
નવા ઈન્કમ ટેક્સ બિલમાં વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસની વ્યાખ્યા અનુસાર તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, બેંક એકાઉન્ટ્સ, ટ્રેડિંગ એકાઉન્ટ્સ, રોકાણ એકાઉન્ટ્સ અને ઇમેઇલ્સ સીધા તેની અંડરમાં આવે છે.
નવા બિલ હેઠળ, વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસમાં આ તમામ વસ્તુઓ શામેલ છે:
- ઈમેલ સર્વર
- સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ
- ઓનલાઈન રોકાણ એકાઉન્ટ્સ, ટ્રેડિંગ એકાઉન્ટ્સ, બેંકિંગ એકાઉન્ટ્સ, વગેરે.
- કોઈપણ સંપત્તિની માલિકીની વિગતો સંગ્રહિત કરવા માટે ઉપયોગમાં લેવાતી કોઈપણ વેબસાઇટ
- રિમોટ સર્વર અથવા ક્લાઉડ સર્વર
- ડિજિટલ એપ્લિકેશન પ્લેટફોર્મ
આ બિલની કલમ 247 પ્રમાણે જે-તે અધિકારી "કોમ્પ્યુટર સિસ્ટમના એક્સેસ કોડ અથવા વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસને ઓવરરાઇડ કરીને ગેરકાયદેસર આવક, દસ્તાવેજો અથવા પ્રોપર્ટીનું ઍક્સેસ મેળવી શકે છે." એટલે કે, જો કરચોરીની શંકા હોય, તો આવકવેરા અધિકારીઓ તમારા ડિજિટલ એકાઉન્ટ્સના પાસવર્ડને બાયપાસ કરી શકે છે, સુરક્ષા સેટિંગ્સને ઓવરરાઇડ કરી શકે છે, ફાઇલો અને ડેટા અનલૉક કરી શકે છે.
1 એપ્રિલથી અધિકારીઓને આ નવા અધિકારો મળશે
- ઈન્કમ ટેક્સ ઓફિસર શંકાસ્પદના સોશિયલ મીડિયા, ઇમેઇલ્સ, ઓનલાઈન ઈનવેસ્ટમેન્ટ, ક્રિપ્ટો એકાઉન્ટ્સ અને અન્ય ડિજિટલ ફાઇનાન્સ પ્લેટફોર્મની તપાસ કરી શકશે.
- તેઓ સ્માર્ટફોન, લેપટોપ, હાર્ડ ડ્રાઇવ અને ડિજિટલ એકાઉન્ટ્સ શોધી અને જપ્ત કરી શકશે.
- જો વ્યક્તિ તપાસમાં સપોર્ટ ન આપે તો અધિકારીઓ પાસવર્ડ બાયપાસ કરી શકે છે.
- સુરક્ષા સેટિંગ્સને ઓવરરાઇડ કરી શકે છે.
- ફાઇલો અને ડેટા અનલોક કરી શકે છે.
આ નિયમ કોને લાગુ પડશે?
નવો નિયમ તમામ ટેક્સ પેયરને લાગુ પડશે નહીં. આ નિયમ ફક્ત એવા કિસ્સાઓમાં લાગુ થશે જ્યાં ઓફિસરોને ટેક્સ ચોરી અથવા ગેરકાયદેસર સંપત્તિની શંકા હોય. નવા ઈન્કમ ટેક્સ બિલની કલમ-247 હેઠળ, ફક્ત કેટલાક અધિકારીઓને જ આ મંજૂરી હશે. એટલે કે, ફક્ત અધિકૃત અધિકારીઓને જ ડિજિટલ ડેટા ઍક્સેસ કરવાની મંજૂરી આપવામાં આવશે.
પહેલા અને હવેના નિયમોમાં શું ફેરફાર કરાયો
હાલમાં આવેલું નવુ ઈન્કમ ટેક્સ બિલ અધિકારીઓને મિલકતની તપાસ અને દસ્તાવેજો જપ્ત કરવાની મંજૂરી આપે છે. નવા આવકવેરા બિલ હેઠ, તેમને હવે તમારા કમ્પ્યુટર સિસ્ટમ અથવા વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસમાં પણ ઘૂસવાનો અધિકાર હશે. એટલે કે, વર્તમાન નિયમો હેઠળ, અધિકારીઓ રેડ દરમિયાન દસ્તાવેજો, બેંક ખાતા, લેપટોપ અથવા હાર્ડ ડ્રાઇવ જપ્ત કરી શકે છે, પરંતુ તેમની પાસે ડિજિટલ ડેટાનું સીધી ઍક્સેસ નથી. પરંતુ હવે નવો કાયદો આ ખામી દૂર કરશે અને અધિકારીઓને વધુ સત્તા આપશે.