ભારતમાં ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. સરકારે યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન માટે નવા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) માળખાની જાહેરાત કરી છે. આ નવો નિયમ ૧૫ ઓક્ટોબર, ૨૦૨૬થી અમલમાં આવશે, જે હેઠળ ₹૨,૦૦૦થી વધુના ચોક્કસ વ્યવહારો પર ૦.૪૦% MDR ચાર્જ લાગુ થશે. 

UPI પર ચાર્જ, સરકારની જાહેરાત

સરકારે જણાવ્યું હતું કે UPI એપ પ્રદાતાઓને ડિજિટલ પ્લેટફોર્મ ચાર્જ અથવા છુપાયેલા ફી લાદવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બેંકોને એ પણ સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે કે વેપારીઓ આ નવી ફી ગ્રાહકોને ન આપે. વધુમાં, વ્યક્તિગત UPI વ્યવહારો માટે મફત વ્યવહારોની સંખ્યા પર કોઈ માસિક ક્વોટા અથવા મર્યાદા રહેશે નહીં. જોકે, UPI પર સરકારની ચાર્જ લગાવવાની જાહેરાત બાદ આ નિર્ણયને લઈને સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓમાં રહેલી મૂંઝવણ દૂર થશે. UPI પર ચાર્જ દસ પોઇન્ટમાં સમજો.

UPI પર ચાર્જ 10 મહત્વના મુદ્દામાં સમજો, ગેરસમજ કરો દૂર

૧. ગ્રાહકો માટે UPI તદ્દન મફત રહેશે

આ નવા નિયમથી સામાન્ય ગ્રાહકો પર કોઈ નાણાકીય બોજ પડશે નહીં. ગ્રાહક-થી-વેપારી (P2M) વ્યવહારોમાં ₹૨,૦૦૦ કે તેથી વધુની ચુકવણી કરવા પર ગ્રાહકો પાસેથી કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આ ફી માત્ર પસંદગીના મોટા વેપારીઓ માટે જ છે.

2. UPI MDR ના અમલીકરણ

UPI આદેશો અથવા ઓટોપે દ્વારા કરવામાં આવતી નિયમિત ચુકવણીઓ પર નિર્ધારિત MDR લાગુ થશે નહીં. વીજળી અને પાણીના બિલ, OTT સબ્સ્ક્રિપ્શન્સ અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણો જેવી રિકરિંગ ચુકવણીઓ પર કોઈ અસર થશે નહીં.

3. MDR ચાર્જનું માળખું અને મર્યાદા

  • ચાર્જ દર: ₹૨,૦૦૦થી વધુની ચુકવણી મેળવનાર વેપારી પાસેથી ૦.૪% MDR વસૂલવામાં આવશે.
  • મહત્તમ મર્યાદા: ગમે તેટલી મોટી રકમનો વ્યવહાર હોય, પણ આ ચાર્જ વધુમાં વધુ ₹૩૦૦ સુધી જ મર્યાદિત રહેશે.
  • ₹૨,૦૦૦થી નાના વ્યવહારો: નાના કે મોટા કોઈપણ વેપારી માટે ₹૨,૦૦૦થી ઓછી રકમના ટ્રાન્ઝેક્શન પર શૂન્ય (Zero) MDR લાગુ પડશે.

4.  MDR કોણ ચૂકવે છે?

MDR એ મૂળભૂત રીતે ડિજિટલ ચુકવણી સ્વીકારતા વેપારી અથવા એન્ટિટી દ્વારા વસૂલવામાં આવતી ફી છે. તેનો હેતુ ચુકવણી પ્રક્રિયામાં સામેલ વિવિધ પક્ષો દ્વારા થતા ખર્ચને આવરી લેવાનો છે.

5. ૯૫% નાના વેપારીઓ અને દુકાનદારોને સંપૂર્ણ મુક્તિ

સરકારી આંકડા મુજબ, દેશના ૯૫% નાના વેપારીઓ, શાકભાજી વિક્રેતાઓ અને ચાની દુકાનદારોને આ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે:

  • P2PM કેટેગરી: QR કોડ દ્વારા દર મહિને ₹૧ લાખ સુધીની ચુકવણી મેળવતા નાના દુકાનદારો પાસેથી ₹૨,૦૦૦થી વધુના ટ્રાન્ઝેક્શન પર પણ કોઈ ફી નહીં લેવાય.
  • અસર: આ નિયમથી દેશના માત્ર ૫% મોટા વેપારીઓને જ અસર થશે.

6. ગ્રાહકો પાસેથી ચાર્જ વસૂલવો ગેરકાયદેસર ગણાશે

કોઈપણ વેપારી આ MDR ફી ગ્રાહકના માથે નાખી શકશે નહીં. આ ઉપરાંત Google Pay, PhonePe કે Paytm જેવી ડિજિટલ પેમેન્ટ ઍપ્સ પણ યુઝર્સ પર કોઈ પ્લેટફોર્મ ફી લગાવી શકશે નહીં.

7. ખાસ ક્ષેત્રો માટે રાહત દર (મહત્તમ ₹૫ ચાર્જ)

ટેલિકોમ (રિચાર્જ), વીમા પ્રીમિયમ, રેલ્વે ટિકિટ બુકિંગ અને પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણ ક્ષેત્ર માટે સરકારે વિશેષ રાહત આપી છે. ₹૨,૦૦૦થી વધુના આવા ટ્રાન્ઝેક્શન પર વેપારીએ પ્રતિ વ્યવહાર મહત્તમ માત્ર ₹૫ નો ચાર્જ જ ચૂકવવો પડશે.

8. પેટ્રોલ પંપ પર UPI નવા નિયમ, કેટલો લાગશે MDR ?

પેટ્રોલ પંપ પર ₹2,000 થી વધુના ઇંધણ ચુકવણી પર ₹5 નો ફ્લેટ MDR લાગુ થશે. ₹2,000 સુધીના ઇંધણ ચુકવણી માટે MDR શૂન્ય રહેશે. વધારાના ચાર્જનો બોજ દરરોજ ઇંધણ ભરતા ગ્રાહકો અને પેટ્રોલ પંપ સંચાલકો સુધી મર્યાદિત રહેશે.

9. શું નાના વ્યવસાયોને તેમના જૂના UPI QR કોડ બદલવાની જરૂર છે?

ના. હાલના UPI QR કોડ પહેલાની જેમ જ કામ કરતા રહેશે. વેપારીઓને નવો QR કોડ ઉમેરવાની, ફરીથી નોંધણી કરાવવાની કે તેમના સાઉન્ડબોક્સ બદલવાની જરૂર રહેશે નહીં.

10. નવું MDR મોડેલ લાવવાનું મુખ્ય કારણ

UPI નેટવર્કને વધુ સુરક્ષિત બનાવવા, સર્વરની ક્ષમતા વધારવા અને સાયબર ફ્રોડ રોકવા માટે ફિનટેક કંપનીઓ અને બેંકોને મોટો ખર્ચ કરવો પડે છે. આ MDR માંથી મળતા ફંડનો ૫% હિસ્સો ગ્રામીણ અને ટાયર-૩ શહેરોમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે વપરાશે. નોંધનીય છે કે, UPIનો આ નવો MDR દર ક્રેડિટ, ડેબિટ કે વોલેટ ચાર્જ કરતાં ઘણો ઓછો છે.

જાણો શું છે MDR 

UPIમાં નવા નિયમ મુજબ 15 ઓક્ટોબરથી MDR ચાર્જ વસૂલ કરાશે. શું છે આ MDR  ચાર્જ જાણીએ. MDR એટલે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ જે ડિજિટલ ચુકવણી સ્વીકારવા માટે વેપારી પાસેથી લેવામાં આવતી ફી છે. તેને ડિજિટલ ચુકવણી સ્વીકારવાનો વેપારીનો ખર્ચ પણ કહી શકાય. ડિજિટલ ચુકવણી પ્રક્રિયામાં બેંકો, ચુકવણી નેટવર્ક્સ અને ચુકવણી સેવા પ્રદાતાઓ સહિત બહુવિધ પક્ષો શામેલ હોય છે. MDR ફીનો ઉપયોગ તેમના ચુકવણી પ્રક્રિયા ખર્ચને આવરી લેવા માટે થાય છે.