સામાન્ય રીતે જ્યારે આપણે UPIથી પૈસા મોકલીએ છીએ તો હાલમાં તેની લિમિટ 1 લાખ રૂપિયા સુધીની છે પણ હવે 15 સપ્ટેમ્બર 2025થી આ લિમિટ કેટલીક ખાસ લેણ-દેણ માટે વધારી દેવામાં આવશે. NPCIએ આ ફેરફારની જાહેરાત કરી છે. જેનાથી ટેક્સ ભરવા, વીમાનું પ્રિમિયમ ચૂકવવા, લોનનો EMI ભરવા, શેરબજારમાં રોકાણ કરવા જેવા ટ્રાન્ઝેક્શનમાં હવે 10 લાખ રૂપિયા સુધીની ચૂકવણી 24 કલાકમાં કરી શકાશે.
P2P ટ્રાન્ઝેક્શનની લિમિટ હજુ પણ 1 લાખ રૂપિયા પ્રતિ દિવસ જ રહેશે
આ વર્ષે ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર 2025 છે. આ કારણથી NPCIએ ટેક્સ સંબંધિત UPI ટ્રાન્ઝેક્શનની લિમિટને વધારીને 5 લાખ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને 10 લાખ રૂપિયા પ્રતિ 24 કલાક કરી દીધી છે. આનાથી ફાયદો તે લોકોને થશે જે મોટી રકમ UPIથી ચુકવવા ઈચ્છે છે પણ અત્યાર સુધીમાં લોકો લિમિટના કારણે વધુ ટ્રાન્ઝેક્શન કરી શકતા નહતા. આ ફેરફાર માત્ર P2M ટ્રાન્ઝેક્શન પર લાગુ થશે. એટલે કે જ્યારે તમે કોઈ વેપારીને ચુકવણી કરો છો જેમ કે વીમા કંપની, બ્રોકરેજ ફર્મ, ટેક્સ પોર્ટલ કે બેન્ક વગેરે. ત્યારે P2P ટ્રાન્ઝેક્શનની લિમિટ હજુ પણ 1 લાખ રૂપિયા પ્રતિ દિવસ જ રહેશે. NPCIએ આ લિમિટ તમામ બેન્કો, એપ્સ અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ પર લાગુ કરવા માટે કહ્યું છે પણ બેન્કોને આ છૂટ પણ આપવામાં આવી છે કે તે પોતાની આંતરીક નીતિઓ મુજબ કેટલીક મર્યાદાઓ જાતે નક્કી કરી શકે છે, એટલે કે એ સંભાવના છે કે કોઈ બેન્કમાં આ લિમિટ તરત ના મળે પણ મોટાભાગની બેન્ક 15 સપ્ટેમ્બરથી તેને લાગુ કરશે.
જો તમે IPO માટે UPIથી પેમેન્ટ કરો છો તો ધ્યાન રાખો કે આ લિમિટ હજુ પણ 5 લાખ રૂપિયા પ્રતિ દિવસ જ રહેશે. IPO માટે 10 લાખની નવી લિમિટ લાગુ થઈ નથી. આ ફેરફારથી સીધો ફાયદો મોટા વેપારીઓ અને પ્રોફેશનલ્સને થશે જે UPIથી ટેક્સ, વીમો કે રોકાણ કરે છે. સાથે જ સામાન્ય ગ્રાહક જે EMI, FB કે ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરે છે તેમને પણ ફાયદો થશે.
કઈ વસ્તુઓના પેમેન્ટ કરવા લિમિટમાં કરાયો વધારો ?
- ટેક્સ પેમેન્ટ- હવે UPIથી 5 લાખ રૂપિયા એક વખતમાં અને 10 લાખ રૂપિયા 24 કલાકમાં પેમેન્ટ કરી શકાશે.
- વીમો અને કેપિટલ માર્કેટ- અગાઉ 2 લાખ રૂપિયાની મર્યાદા હતી, હવે 5 લાખ પ્રતિ ટ્રાન્ઝેક્શન અને 10 લાખ પ્રતિ દિવસ કરાઈ છે.
- લોન ઈએમઆઈ, બી2બી કલેક્શન- આ તમામ વસ્તુઓ પર 5 લાખ પ્રતિ દિવસ અને 10 લાખ પ્રતિ 24 કલાકની મર્યાદા.
- ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ - અગાઉ 2 લાખ રૂપિયાની મર્યાદા હતી, હવે 5 લાખ રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન અને 6 લાખની રોજની લિમિટ હશે.
- વિદેશી કરન્સી- વિદેશી કરન્સીની ખરીદી-વેચાણ માટે પણ હવે 5 લાખ પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા લાગુ થશે.
- ડિજિટલ એકાઉન્ટ અને એફડી- ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલવા અને એફડી બનાવવા માટે હવે 5 લાખ સુધીની લેણદેણની છૂટ.