27 ઓગષ્ટે દેશભરમાં ગણેશ ચતુર્થી ધામધૂમથી ઉજવવામાં આવશે. ભગવાન ગણેશજીને ભક્તો પોતાના ઘર, સોસાયટીમાં સ્થાપિત કરશે. ગણેશ ચતુર્થીના તહેવારને લઇને શેર માર્કેટના રોકાણકારોનેની સાથે સાથે બેંકોના ગ્રાહકોના મનમાં પણ સવાલ ઉઠી રહ્યા છે કે કાલે શેરબજાર બંધ રહેશે કે નહી. બેંક બંધ રહેશે કે નહી. ત્યારે આવો જાણીએ માહિતી વિગતવાર..
માર્કેટ બંધ કે ચાલુ ?
NSE અને BSE ની વેબસાઇટ અનુસાર 27 ઓગસ્ટ બુધવારના રોજ ભારતીય શેરબજાર બંધ રહેશે. આ સમય દરમિયાન ઇક્વિટી બજારનું તમામ કામકાજ બંધ રહેશે. તમને જણાવી દઈએ કે ભારતીય શેરબજાર દર શનિવાર અને રવિવારે બંધ રહે છે.
બેંકો ચાલુ કે બંધ રહેશે?
ત્યારે હવે જો આપણે બેંકોની વાત કરીએ તો ગણેશ ચતુર્થીના મોટા અવસર પર ઘણા રાજ્યોમાં બેંકો બંધ રહેશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની વેબસાઇટ પરથી પ્રાપ્ત માહિતી અનુસાર, 27 ઓગસ્ટ, બુધવારના રોજ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઓડિશા, તમિલનાડુ, તેલંગાણા, ગોવા અને આંધ્રપ્રદેશમાં બધી બેંકો બંધ રહેશે. જ્યારે દિલ્હી સહિત તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બેંક બાકીના દિવસોની જેમ કામકાજ કરશે.
