નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના IPOને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના ચેરમેન તુહિન કાંતા પાંડેએ શનિવારે જણાવ્યું હતું કે નેશનલ સ્ટોક એક્સચેન્જના IPO માટે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) આપવાની પ્રક્રિયા તેના અંતિમ તબક્કામાં છે.


ઈતિહાસમાં સૌથી અપેક્ષિત IPO પૈકીનો એક

ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં વાત કરતા તેમણે કહ્યું કે આ મહિનાની અંદર મંજૂરી મળી શકે છે. તેમના નિવેદનથી બજારની અપેક્ષાઓ મજબૂત થઈ છે કે NSE IPO લોન્ચ પ્રક્રિયા હવે તેના અંતિમ તબક્કામાં છે. જણાવી દઈએ કે NSE IPO ભારતીય શેરબજારના ઈતિહાસમાં સૌથી અપેક્ષિત IPO પૈકીનો એક છે. સપ્ટેમ્બર 2025ની શરૂઆતમાં NSEના CEO આશિષ ચૌહાણે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યા પછી એક્સચેન્જને લિસ્ટ કરવામાં લગભગ 8થી 9 મહિનાનો સમય લાગશે.

NSE પાસે આશરે 1,72,000 શેરધારકો

નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યા પછી, ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) તૈયાર કરવામાં લગભગ 4 મહિનાનો સમય લાગશે. તે પછી, સેબી દ્વારા આ દસ્તાવેજોની ચકાસણી અને પ્રશ્ન-જવાબ પ્રક્રિયામાં વધુ ચાર મહિનાનો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે NSEની અનોખી ખાસિયત એ છે કે કંપની પાસે પહેલાથી જ મોટો જાહેર શેરધારકોનો આધાર છે. હાલમાં NSE પાસે આશરે 1,72,000 શેરધારકો છે અને તેમાં કોઈ પ્રમોટર હિસ્સો નથી. આ તેને સંપૂર્ણપણે સંસ્થાકીય રીતે સંરચિત એક્સચેન્જ બનાવે છે.

2016થી NSE IPO અટકેલો છે

NSEએ સૌપ્રથમ 2016માં તેનું DRHP ફાઈલ કર્યું હતું, પરંતુ ત્યારથી IPO પ્રક્રિયા અટકી ગઈ છે. એક્સચેન્જે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) માટે ઘણી વખત SEBIનો સંપર્ક કર્યો છે. એક વાર 2019માં બે વાર 2020માં અને ફરીથી ઓગસ્ટ 2024 માં. જો કે, કો-લોકેશન અને ડાર્ક ફાઈબર એક્સેસ જેવી બાબતોને લગતા નિયમનકારી અને કાનૂની મુદ્દાઓ પ્રક્રિયામાં વિલંબ કરવાનું ચાલુ રાખ્યું છે.

આ પણ વાંચો: Auto News : Maruti Dzireએ તોડ્યા તમામ રેકોર્ડ, બની દેશની સૌથી વધુ વેચાતી કાર

ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.



  • Follow us on: