નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ તેનો વર્ષ-અંતનો અહેવાલ બહાર પાડ્યો છે. અહેવાલ મુજબ, 30 ડિસેમ્બર, 2025 સુધીમાં NSE પર નોંધાયેલા યુનિક રોકાણકારોની કુલ સંખ્યા 12.5 કરોડ હતી, જ્યારે યુનિક એકાઉન્ટની કુલ સંખ્યા 24.5 કરોડ હતી. 30 ડિસેમ્બર, 2025 સુધીમાં પ્લેટફોર્મ પર નવા રોકાણકારોનો આંકડો 1.6 કરોડ હતો. રાજ્ય મુજબ જોઈએ તો પશ્ચિમ અને ઉત્તરી રાજ્યોનું ભારતના રોકાણકારોના આધારમાં સૌથી વધુ દબદબો જોવા મળ્યો.

અગાઉ આ સંખ્યા 12.31 કરોડ રોકાણકારોની હતી

સૌથી વધુ રોકાણકારો મહારાષ્ટ્રના હતા. NSEના અહેવાલ મુજબ 30 ડિસેમ્બર 2025 સુધી મહારાષ્ટ્રમાંથી 19.75 કરોડ રોકાણકારો હતા. આ સંખ્યા ગયા વર્ષના 17.92 કરોડ રોકાણકારો કરતા 10.2 ટકા વધુ છે. આ પછી ઉત્તર પ્રદેશ બીજા સ્થાને હતું. 2025માં આ રાજ્યના રોકાણકારોનો આધાર 17.6 ટકા વધ્યો. 30 ડિસેમ્બર સુધી રાજ્યમાં 14.47 કરોડ રોકાણકારો હતા. એક વર્ષ પહેલા એટલે કે 30 ડિસેમ્બર 2024 સુધી આ સંખ્યા 12.31 કરોડ રોકાણકારોની હતી.

ડિસેમ્બર 2024ના અંત સુધીમાં રાજ્યમાં કુલ 60.3 લાખ રોકાણકારો હતા

ડિસેમ્બર 2025ના અંત સુધીમાં ગુજરાતમાં કુલ 1.07 કરોડ રોકાણકારો હતા. આ સંખ્યા પાછલા વર્ષના 9.68 લાખ રોકાણકારો કરતા 11.4 ટકા વધુ છે. ડિસેમ્બર 2025ના અંત સુધીમાં પશ્ચિમ બંગાળમાં કુલ 73.5 લાખ રોકાણકારો હતા. ડિસેમ્બર 2024ના અંત સુધીમાં 63.7 લાખ રોકાણકારો કરતા આ આંકડો 15.5 ટકા વધુ છે. 2025માં ભારતના દક્ષિણ રાજ્યોમાં તમિલનાડુમાં રોકાણકારોની સંખ્યા સૌથી વધુ નોંધાઈ હતી. રાજ્યનો રોકાણકાર આધાર વાર્ષિક ધોરણે 18 ટકા વધીને 70 લાખ થયો હતો જે એક વર્ષ પહેલા 59.3 લાખ હતો. તેવી જ રીતે, કર્ણાટકમાં રોકાણકારોની સંખ્યા વાર્ષિક ધોરણે 14.7 ટકા વધીને 69.1 લાખ થઈ હતી. ડિસેમ્બર 2024ના અંત સુધીમાં રાજ્યમાં કુલ 60.3 લાખ રોકાણકારો હતા.

યાદીમાં અન્ય કયા રાજ્યોનો સમાવેશ થાય છે?

ડિસેમ્બર 2025ના અંતમાં મધ્યપ્રદેશમાં 60.2 લાખ રોકાણકારો નોંધાયા હતા, જે ગયા વર્ષના 52.8 લાખ રોકાણકારો કરતા 13.9 ટકા વધુ છે. આંધ્રપ્રદેશનો રોકાણકાર આધાર ડિસેમ્બર 2025ના અંતમાં વાર્ષિક ધોરણે 19.4 ટકા વધીને 59.2 લાખ રોકાણકારો થયા છે, જે એક વર્ષ અગાઉ 49.6 લાખ હતો. બિહારનો રોકાણકાર આધાર 18.2 ટકા વધીને 57.5 લાખ થયો છે, જે ડિસેમ્બર 2024ના અંતમાં 48.6 લાખ હતો.

આ પણ વાંચો: UPI Transaction : ડિસેમ્બર 2025માં UPIનું શાનદાર પ્રદર્શન, 21.6 બિલિયનથી વધારે ટ્રાન્ઝેક્શન થયા

ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.