વર્તમાન સમયમાં લોકો ઘણા જાગૃત થઈ રહ્યા છે. જેમાં તેઓ જીવન સાથે સાથે મૃત્યુ બાદનો પણ વિચાર કરીને આગોતરૂ આયોજન કરતા થયા છે. આવામાં લોકો પોતાના ગયા પછી પરિવારને પૂરતો આર્થિક સહયોગ મળે તેવું આયોજન કરવા ટર્મ પ્લાન અને વિમાનો સહારો લે છે. આ ઉપરાંત સરકારી કર્મચારી તેમજ ખાનગી કર્મચારીઓ પેન્શન સ્કિમમાં અકાઉન્ટ ખોલાવીને પોતાની પત્નીને તેમના પછી પેન્શન મળી શકે તેવી વ્યવસ્થા કરતા હોય છે. આવા સંજોગોમાં તેમના મૃત્યુ બાદ તેમની સ્થાને તેમની પત્નીને પેન્શન મળે છે.


પેન્શન કોને મળે?

હવે ઘણા લોકોના મનમાં સવાલ હોય છે, જો બે પત્ની હોય તો પેન્શન કોને મળે? અથવા તો પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હોય, અને બીજા લગ્ન કર્યા હોય તો તેવા કિસ્સામાં પેન્શન કોને મળે? આ સવાલનો જવાબ જાણતા પહેલા તમારે પેન્શન શું છે? એ જાણવું જરૂરી છે. પેન્શન એ એક એવી સુવિધા છે, જે નોકરીમાંથી નિવૃત થયા બાદ આરામથી નિશ્ચિત આવક સાથે બાકીનું જીવન વિતાવી શકે. જે માટે સરકાર કર્મચારીઓને જૂની પેન્શન યોજના અને નવી પેન્શન યોજના હેઠળ પેન્શન ઓફર કરે છે. જો કર્મચારીએ તેની પત્નીને નોમીની બનાવી છે, તો તેની પત્નીને પેન્શન મળે છે.

બે પત્ની હોય તો પેન્શન કોને મળે?

સરકારી નિયમો અનુસાર, જો પતિનું મૃત્યુ 60 વર્ષની ઉંમર બાદ થાય છે, તો પત્નીને અડધું પેન્શન મળવાપાત્ર છે. જો પતિનું મોત 60 વર્ષની ઉંમર પહેલા થાય છે, તો પત્નીને 100 ટકા પેન્શન મળે છે. જો કોઈ કર્મચારીને બે પત્ની હોય છે, તો તેની કાયદેસરની પત્નીને પેન્શન મળશે. આ સાથે તેની પત્નીનું નામ સત્તાવાર રીતે નોમીની તરીકે નોંધાવવામાં આવેલું હોવું જરૂરી છે.

જો પત્ની ન હોય તો કોને મળે?

EPFO ના નિયમો અનુસાર, જો કર્મચારીની પત્ની ન હોય તો તેના બાળકોને પેન્શન મળી શકે છે. જો બળકની ઉંમર 25 વર્ષ કરતા ઓછી છે, તો તેને પેન્શન મળશે. જો કર્મચારીને એકથી વધુ બાળકો 25 વર્ષ કરતા ઓછી ઉંમર ધરાવે છે, તો પેન્શનની રકમ તેમની વચ્ચે સમાનરૂપે વહેચવામાં આવશે.

નોમીની અપડેટ કરવા કેટલા જરૂરી?

જો તમારે તમારા બાદ વિવિધ રોકાણો અને પેન્શનનો લાભ તમારા પરિવારના સભ્યોને આપવો છે, તો તમારે નોમીની અપડેટ કરાવવા અતિ આવશ્યક છે. જેથી કરીને તમારા બાદ તમારા પરિવારના સભ્યોને આ રકમ મેળવવામાં સરળતા રહે. રિટાયરમેન્ટ પ્લાનિંગ કરવાથી તમારૂ ભવિષ્ય સુરક્ષિત થાય છે. આ સાથે સાથે તમારા પરિવારનું ભવિષ્ય પણ સુરક્ષિત રહે છે. આ માટે તમારે તમારા પરિવારના સભ્યો સાથે તમે કરેલા પ્લાનિંગ વિશે ચર્ચા કરવી જોઈએ.

  • Follow us on: