ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મિડલ ઇસ્ટમાં તણાવની સ્થિતિ છે. જેની અસર વૈશ્વિક બજાર પર પણ જોવા મળી રહી છએ. આ વચ્ચે સોમવારે સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ ડિઝલના લેટેસ્ટ ભાવ જાહેર કર્યા છે. જો કે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં દેશના કેટલાક મોટો શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ ખાસ વધારો થયો નથી.

ક્રૂડ ઓઇલનો કેટલો છે ભાવ

ઇઝરાયલ ઇરાન વચ્ચે વધી રહેલા તણાવની અસર ક્રૂડ ઓઇલ પર જોવા મળી રહી છે. તેલની કિંમતોમાં ઉછાળો આવ્યો છે.

ઇરાનના એનર્જી ક્ષેત્રો પર ઇઝરાયલ દ્વારા હુમલો કરાતા ક્રૂડ ઓઇલમાં મજબૂતી જોવા મળી રહી છે. બ્રેંટનો ભાવ 75 ડોલરની પાસે પહોંચ્યો છે. ઇરાની મીડિયા અનુસાર સપ્તાહના અંતમાં ઇઝરાયલી ડ્રોન દ્વારા ઇરાનના સાઉથ પાર્સ ગેસ ક્ષેત્ર પર હુમલો કરવામાં આવ્યો. જેનાથી બે પ્રાકૃતિક ગેસ પ્રોસેસિંગ યુનિટને નુકસાન પહોંચ્યુ છે. આ ઉપરાંત તેહરાન નજીક મેઇન ઓઇલ ડેપોને નિશાન બનાવાયુ.

ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

  • દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે
  • મુંબઈમાં પેટ્રોલ 103.44 રૂપિયા અને ડીઝલ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે
  • ચેન્નાઈમાં પેટ્રોલ 100.76 રૂપિયા અને ડીઝલ 92.35 રૂપિયા પ્રતિ લિટર છે
  • કોલકાતામાં પેટ્રોલ 104.95 રૂપિયા અને ડીઝલ 91.76 રૂપિયા પ્રતિ લિટર છે

ગુજરાતના આ શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ


શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.49 90.17
ભાવનગર 96.11 91.77
જામનગર 
94.11 89.78
રાજકોટ 94.27 89.94
સુરત 94.37 90.06
વડોદરા 94.11 89.78

દરરોજ બદલાય છે પેટ્રોલ ડીઝલના ભાવ

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે અપડેટ થાય છે. એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને વેટ ઉમેર્યા પછી, તેમની કિંમતો મૂળ કિંમત કરતાં લગભગ બમણી થઈ જાય છે. આ કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં નાના ફેરફારોની પણ સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડે છે.ઇંધણના ભાવમાં આ વધારાથી સામાન્ય માણસના ખિસ્સા પર વધારાનો બોજ પડી શકે છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ કઈ દિશામાં જાય છે અને સ્થાનિક બજાર પર તેની શું અસર પડે છે

ડીઝલના ભાવ અહીં તપાસો

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ પર આધારિત છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની સમીક્ષા કર્યા પછી દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ તેલ કંપનીઓ દરરોજ સવારે 6 અલગ અલગ શહેરો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવની માહિતી અપડેટ કરે છે.