આ વર્ષે જૂન મહિનો ક્રૂડ ઓઇલ અને સોનું બંને માટે ખરાબ રહ્યો છે. વૈશ્વિક બજારમાં જૂન મહિને ક્રૂડ ઓઇલ લગભગ 21 ટકા અને સોનું લગભગ 14 ટકા ઘટ્યું. સ્થાનિક બજારમાં સોનું તે મુજબ સસ્તું થયું, પરંતુ પેટ્રોલ અને ડીઝલ વેચતી સરકારી તેલ કંપનીઓ (તેલ પીએસયુ) આખા મહિના દરમિયાન મૌન રહી. 

2 જુલાઇના રોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર 

ત્યારે જુલાઇ માસની શરૂઆતમાં નાયરા કંપનીએ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો હતો.પરંતુ સરકારી કંપનીઓએ કોઇ ભાવ ઘટાડાની જાહેરાત કરી નથી. ગુરુવાર, 02 જુલાઈ 2026 ના રોજ પણ તેઓએ ભાવમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. 25 મે, 2026થી ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે રાજ્ય અનુસાર ભાવમાં થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે છે. 

અત્યાર સુધી 4 વખત ભાવ વધ્યા 

પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી પેટ્રોલિયમ કંપનીઓએ આ વર્ષે મે મહિનામાં ચાર વખત ભાવમાં વધારો કર્યો છે. આ ફક્ત 11 દિવસમાં થયું. આ ટૂંકા ગાળામાં પેટ્રોલ ₹7.35 પ્રતિ લિટર અને ડીઝલ ₹7.82 પ્રતિ લિટર મોંઘું થયું. 

સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ સૌપ્રથમ 15 મે, 2026 ના રોજ પેટ્રોલના ભાવમાં 3 રૂપિયા અને ડીઝલના ભાવમાં 3.29 રૂપિયાનો વધારો કર્યો હતો. ત્યારબાદ, 19 મેના રોજ પેટ્રોલમાં 87 રૂપિયા અને ડીઝલમાં 91 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, 23 મે, 2026 ના રોજ પેટ્રોલમાં 87 રૂપિયા અને ડીઝલમાં 91 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, અને 25 મે, 2026 ના રોજ પેટ્રોલમાં 2.61 રૂપિયા અને ડીઝલમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારથી ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ 

શહેર પેટ્રોલનો ભાવ (રૂ/લિટર) ડીઝલનો ભાવ (રૂ/લિટર)
દિલ્હી 102.12 95.20 
કોલકાતા 113.51 99.82
મુંબઈ 111.21 97.83
ચેન્નાઈ 107.77 99.55
લખનૌ

 101.89 95.36

ગુજરાતના મોટા શહેરોમાં આજે પેટ્રોલ ડીઝલનો ભાવ 


શહેર પેટ્રોલ (₹/લિટર)
 ડીઝલ (₹/લિટર) 
અમદાવાદ ₹101.83 ₹97.92 
ગાંધીનગર 
₹102.36 ₹98.39
રાજકોટ ₹102.03 ₹98.16
સુરત ₹101.63 ₹97.77
વડોદરા ₹101.46 ₹97.57









 



ક્રૂડ ઓઇલના ભાવ 21% ઘટ્યો 


કાચા તેલની વાત કરીએ તો, જૂન 2026 માં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવમાં આશરે 21% ઘટાડો થયો હતો. માર્ચ 2020 (કોવિડ-19 સમયગાળો) પછી બ્રેન્ટ ક્રૂડ તેલ માટે આ સૌથી ખરાબ મહિનો હતો. ગયા મહિને, યુએસ WTI ક્રૂડના ભાવમાં આશરે $31નો ઘટાડો થયો હતો. આમ છતાં, ભારતની સરકારી તેલ કંપનીઓ, ઇન્ડિયન ઓઇલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમે જૂન 2026 માં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડ્યા ન હતા. આજે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થયો છે. ગુરુવારે સવારે, સ્ટાન્ડર્ડ ગણાતા બ્રેન્ટ ક્રૂડનો ભાવ 0.63% અથવા $0.45 ઘટીને $71.12 પ્રતિ બેરલ થયો હતો. યુએસ WTI ક્રૂડ તેલ 0.82% અથવા $0.56 પ્રતિ બેરલ ઘટીને $68.02 પ્રતિ બેરલ થયું હતું.