વૈશ્વિક બજારમાં કાચા તેલના (ક્રૂડ ઓઇલ) ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે વિશ્વભરમાં પેટ્રોલની સરેરાશ કિંમત ₹150 પ્રતિ લિટરથી નીચે આવી ગઈ છે. વૈશ્વિક સ્તરે પેટ્રોલ સસ્તું થવા છતાં ડીઝલના ભાવમાં થોડો વધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ રિફાઇનિંગ ખર્ચ અને પુરવઠાની મર્યાદાઓ છે. બીજી બાજુ, ભારતમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ૧૧ નવેમ્બરના રોજ સવારે 6 વાગ્યે જાહેર કરાયેલા નવા દર મુજબ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. દિલ્હીથી લઈને ચેન્નાઈ સુધી કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.

આ શહેરમાં પેટ્રોલનો ભાવ આસમાને

ભારતમાં પેટ્રોલનો સરેરાશ ભાવ ₹108 અને ડીઝલનો સરેરાશ ભાવ ₹98.10 પ્રતિ લિટર છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં નોંધપાત્ર રીતે ઓછો છે. જોકે, ભારતમાં રાજ્યવાર ટેક્સના કારણે ભાવમાં તફાવત જોવા મળે છે. ઉદાહરણ તરીકે, આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં પેટ્રોલ સૌથી મોંઘું એટલે કે ₹118.34 પ્રતિ લિટર છે, જ્યારે પોર્ટ બ્લેરમાં પેટ્રોલ માત્ર ₹88.66 પ્રતિ લિટરના દરે ઉપલબ્ધ છે. વૈશ્વિક સ્તરે સરખામણી કરીએ તો, લિબિયામાં વિશ્વનું સૌથી સસ્તું પેટ્રોલ (માત્ર ₹2.21 પ્રતિ લિટર) મળે છે, જ્યારે હોંગકોંગમાં પેટ્રોલ ₹419.25 પ્રતિ લિટર સુધી વેચાય છે. વેનેઝુએલામાં ડીઝલ માત્ર 40 પૈસા પ્રતિ લિટર આસપાસ પડે છે.

11 નવેમ્બરના રોજ પેટ્રોલનો ભાવ રાહત

વિભિન્ન દેશોમાં ઈંધણના ભાવમાં આટલો મોટો તફાવત હોવાનું મુખ્ય કારણ તે દેશોની કર નીતિ (Tax Policy) અને સરકાર દ્વારા અપાતી સબસિડી છે. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ તમામ દેશો માટે સમાન હોવા છતાં, સ્થાનિક સરકારી કરના કારણે છૂટક ભાવ બદલાય છે. ભારત સહિતના ઘણા દેશોમાં રોજ અથવા સમયાંતરે દરોની સમીક્ષા થાય છે, જ્યારે કેટલાક દેશોમાં ભાવ નિયંત્રિત હોવાથી તે લાંબા સમય સુધી સ્થિર રહે છે. 11 નવેમ્બરના રોજ ભારતીય ગ્રાહકોને રાહત મળતી રહી છે અને કિંમતો કાબૂમાં છે.

મુખ્ય શહેરોના પેટ્રોલના ભાવ

દિલ્હી: ₹102.12 પ્રતિ લિટર

મુંબઈ: ₹111.21 પ્રતિ લિટર

કોલકાતા: ₹113.51 પ્રતિ લિટર

ચેન્નાઈ: ₹107.76 પ્રતિ લિટર

ગુરુગ્રામ: ₹102.97 પ્રતિ લિટર

લખનૌ: ₹113.81 પ્રતિ લિટર

હૈદરાબાદ: ₹115.73 પ્રતિ લિટર

આજના ડીઝલના લેટેસ્ટ ભાવ

દિલ્હી: ₹95.20 પ્રતિ લિટર

મુંબઈ: ₹97.83 પ્રતિ લિટર

કોલકાતા: ₹99.82 પ્રતિ લિટર

ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર

નોઈડા: ₹95.55 પ્રતિ લિટર

જયપુર: ₹98.55 પ્રતિ લિટર

ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ 
શહેર પેટ્રોલ/પ્રતિ લીટર ડીઝલ/ પ્રતિ લીટર 
અમદાવાદ ₹102.15 ₹98.27 
ગાંધીનગર₹102.04 ₹98.15 
રાજકોટ ₹101.59 ₹97.72
સુરત ₹101.82 ₹97.95  
વડોદરા₹101.46 ₹97.57
ભાવનગર  ₹103.41₹99.53


તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે જાણી શકશો?

જો તમે તમારા ચોક્કસ શહેરના લેટેસ્ટ રેટ ઘર બેઠા જાણવા માંગતા હોવ, તો તમે સરળતાથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો:

IOCL (ઇન્ડિયન ઓઇલ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર SMS કરો.

HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ): 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર SMS કરો.

BPCL (ભારત પેટ્રોલિયમ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર SMS કરો.

આ પણ વાંચોઃ Russia-Ukraine: શું ભારત કરાવશે રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધવિરામ? અબુ ધાબીની શાંતિ બેઠક પર દુનિયાની નજર