પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાની આતુરતાથી રાહ જોઈ રહેલા નાગરિકો માટે માઠા સમાચાર છે. આજે, રવિવાર, 11 ઓક્ટોબરના રોજ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને કિંમતો અગાઉના સ્તરે જ યથાવત રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પર મોટું આર્થિક દબાણ સર્જાયું છે. હાલ વૈશ્વિક બજારમાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 100 ડોલરથી ઉપરના ઊંચા સ્તરે વેચાઈ રહ્યું છે, જે કિંમતો ઘટાડવામાં સૌથી મોટો અડચણરૂપ બન્યો છે.
નાયરા એનર્જી દ્વારા ભાવ વધારાનો ઝટકો
જાહેર ક્ષેત્રની કંપનીઓ દ્વારા ભલે ભાવ સ્થિર રાખવામાં આવ્યા હોય, પરંતુ ખાનગી ક્ષેત્રની અગ્રણી તેલ કંપની 'નાયરા એનર્જી' (Nayara Energy) દ્વારા તાજેતરમાં જ ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કંપનીએ પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 5 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂપિયા 3નો વધારો ઝીંક્યો છે. જોકે, દેશભરમાં આ કંપનીના 7,000 થી વધુ પેટ્રોલ પંપ કાર્યરત છે, પરંતુ તેની મર્યાદિત વ્યાપ્તિને કારણે આ વધારાની સીધી અસર મોટાભાગના ગ્રાહકો પર ઓછી જોવા મળશે.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની તેજી યથાવત રહે ત્યાં સુધી સ્થાનિક સ્તરે ઈંધણના ભાવમાં મોટી રાહત મળવાની શક્યતા નહિવત દેખાઈ રહી છે.
આજના પેટ્રોલના લેટેસ્ટ ભાવ
દિલ્હી: ₹102.12 પ્રતિ લિટર
મુંબઈ: ₹111.21 પ્રતિ લિટર
કોલકાતા: ₹113.51 પ્રતિ લિટર
ચેન્નાઈ: ₹107.76 પ્રતિ લિટર
ગુરુગ્રામ: ₹102.97 પ્રતિ લિટર
લખનૌ: ₹113.81 પ્રતિ લિટર
હૈદરાબાદ: ₹115.73 પ્રતિ લિટર
આજના ડીઝલના લેટેસ્ટ ભાવ
દિલ્હી: ₹95.20 પ્રતિ લિટર
મુંબઈ: ₹97.83 પ્રતિ લિટર
કોલકાતા: ₹99.82 પ્રતિ લિટર
ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર
નોઈડા: ₹95.55 પ્રતિ લિટર
જયપુર: ₹98.55 પ્રતિ લિટર
ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ
| શહેર | પેટ્રોલ/પ્રતિ લીટર | ડીઝલ/ પ્રતિ લીટર |
| અમદાવાદ | ₹102.15 | ₹98.27 |
| ગાંધીનગર | ₹102.01 | ₹98.13 |
| રાજકોટ | ₹101.72 | ₹97.85 |
| સુરત | ₹101.82 | ₹97.95 |
| વડોદરા | ₹101.46 | ₹97.57 |
| ભાવનગર | ₹103.05 | ₹99.17 |
તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે જાણી શકશો?
જો તમે તમારા ચોક્કસ શહેરના લેટેસ્ટ રેટ ઘર બેઠા જાણવા માંગતા હોવ, તો તમે સરળતાથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો:
IOCL (ઇન્ડિયન ઓઇલ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર SMS કરો.
HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ): 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર SMS કરો.
BPCL (ભારત પેટ્રોલિયમ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર SMS કરો.
આ પણ વાંચોઃ Nepal: બુધી ગંડક નદીમાં ભયાનક પૂરનું જોખમ, NDRRMAનું હાઈ એલર્ટ, લોકોને સ્થળાંતર કરવાની અપીલ