ક્રૂડ ઓઈલના ભાવ $100થી ઉપર ગયા હોવા છતાં, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર રહ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​પણ ઈંધણના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. ત્યારે આવો જાણીએ પેટ્રોલ ડીઝલના ભાવ કેટલા છે આજે.. 

ક્રૂડ ઓઇલના ભાવમાં આવ્યો ફેરફાર ? 

પહેલા, આજે ક્રૂડ ઓઇલના ભાવ વિશે વાત કરીએ. શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઘટાડો થયો. નવેમ્બરની મધ્યસત્ર ચૂંટણી પહેલાં ઇરાન પર હુમલો નહીં કરવાના યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી બજારને થોડી રાહત મળી. જોકે, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ, હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા અને યુએસમાં વાવાઝોડાના ભયને કારણે તેલ પુરવઠા અંગે ચિંતાઓ યથાવત રહી.

crude-oil-165423233116x9

વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ક્રૂડના ભાવ ઘટીને લગભગ $91 પ્રતિ બેરલ થયા. ગુરુવારે તે 3.6 ટકા વધ્યો હતો. દરમિયાન, પાછલા ટ્રેડિંગ સત્રમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ $104 પ્રતિ બેરલથી ઉપર બંધ થયા. આજે સવારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 66 સેન્ટ ઘટીને $103.62 પ્રતિ બેરલ થયા. ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $100 થી ઉપર રહ્યા છે. આજે ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઘટાડો થયો છે, જેમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 0.48 ટકા ઘટીને $103.72 પ્રતિ બેરલ થયું છે. યુએસ ક્રૂડ ઓઇલ પણ 0.43 ટકા ઘટીને $91.96 પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સ્થિર છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે તેલના ભાવ જાહેર કરે છે.

આજના પેટ્રોલના લેટેસ્ટ ભાવ 

  • દિલ્હી: ₹102.12 પ્રતિ લિટર
  • મુંબઈ: ₹111.21 પ્રતિ લિટર
  • કોલકાતા: ₹113.51 પ્રતિ લિટર
  • ચેન્નાઈ: ₹107.76 પ્રતિ લિટર
  • ગુરુગ્રામ: ₹102.97 પ્રતિ લિટર
  • લખનૌ: ₹113.81 પ્રતિ લિટર
  • હૈદરાબાદ: ₹115.73 પ્રતિ લિટર

આજના ડીઝલના લેટેસ્ટ ભાવ

  • દિલ્હી: ₹95.20 પ્રતિ લિટર
  • મુંબઈ: ₹97.83 પ્રતિ લિટર
  • કોલકાતા: ₹99.82 પ્રતિ લિટર
  • ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર
  • નોઈડા: ₹95.55 પ્રતિ લિટર
  • જયપુર: ₹98.55 પ્રતિ લિટર

ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ 


શહેર પેટ્રોલ/પ્રતિ લીટર ડીઝલ/ પ્રતિ લીટર 
અમદાવાદ ₹101.83 ₹97.92 
ગાંધીનગર ₹102.36 ₹98.39 
રાજકોટ ₹102.03 ₹98.16
સુરત ₹101.63 ₹97.77 
વડોદરા ₹101.46 ₹97.57
ભાવનગર ₹103.41 ₹99.52

તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે જાણી શકશો?

  • જો તમે તમારા ચોક્કસ શહેરના લેટેસ્ટ રેટ ઘર બેઠા જાણવા માંગતા હોવ, તો તમે સરળતાથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો:
  • IOCL (ઇન્ડિયન ઓઇલ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર SMS કરો.
  • HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ): 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર SMS કરો.
  • BPCL (ભારત પેટ્રોલિયમ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર SMS કરો.