રાષ્ટ્રીય તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ કરવામાં આવે છે. આજે એટલે કે 19 ઓગષ્ટ 2025ના રોજના નવીનતમ અપડેટ મુજબ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તે જ સમયે, આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધઘટ ચાલુ છે.ત્યારે  દિલ્હી, મુંબઈ, કોલકાતા અને અન્ય સ્થળોએ પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે? ચાલો જાણી લો..

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ?


શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.49 90.16
ભાવનગર 96.19 91.86
જામનગર 94.50 90.17
રાજકોટ 94.27 89.86
સુરત 94.32 90.01 
વડોદરા 94.23 89.90

SMS દ્વારા તમારા શહેરમાં તેલના દર કેવી રીતે તપાસો

તમને જણાવી દઈએ કે રાજ્ય સ્તરે પેટ્રોલ પર લાદવામાં આવેલા ટેક્સને કારણે અલગ-અલગ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ અલગ-અલગ છે. તમે તમારા ફોન પરથી SMS દ્વારા દરરોજ ભારતના મોટા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ જાણી શકો છો. આ માટે ઈન્ડિયન ઓઈલ (IOCL)ના ગ્રાહકોએ RSP કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. તમારા શહેરનો RSP કોડ જાણવા અહીં ક્લિક કરો.