દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલમાં સ્થિર જળવાઈ રહ્યા છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો જાહેર કરવામાં આવે છે, અને તાજેતરના અપડેટ્સ અનુસાર, સામાન્ય નાગરિકો માટે રાહતની વાત એ છે કે ઘરેલુ બજારમાં ઇંધણના ભાવમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી.

ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધઘટ

જોકે, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ (Crude Oil) ના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જે આગામી સમયમાં ચિંતાનો વિષય બની શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડ અને ડબ્લ્યુટીઆઈ (WTI) ક્રૂડ ઓઇલના ભાવ ઊંચા સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યા છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા બજાર પર દબાણ વધ્યું છે. તેમ છતાં, સરકારી તેલ કંપનીઓએ ગ્રાહકોને મોંઘવારી સામે રાહત આપવા માટે સ્થાનિક સ્તરે ભાવ સ્થિર રાખ્યા છે.

આજે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ

દિલ્હી: ઇથેનોલ-મુક્ત પેટ્રોલની કિંમત ₹167.35 પ્રતિ લિટર છે. દિલ્હીમાં E5 પેટ્રોલની કિંમત ₹109.24 અને E20 પેટ્રોલની કિંમત ₹102.12 પ્રતિ લિટર છે.

મુંબઈ: પેટ્રોલ ₹111.21 અને ડીઝલ ₹97.83 પ્રતિ લિટર.

જયપુર: પેટ્રોલની કિંમત ₹113.19 અને ડીઝલની કિંમત ₹98.25 પ્રતિ લિટર છે.

પટના: પેટ્રોલનો ભાવ ₹113.37 અને ડીઝલનો ભાવ ₹99.36 પ્રતિ લિટર છે.

લખનૌ: પેટ્રોલનો ભાવ ₹101.86 અને ડીઝલનો ભાવ ₹95.36 પ્રતિ લિટર છે.

ભોપાલ: પેટ્રોલનો ભાવ ₹114.65 અને ડીઝલનો ભાવ ₹99.74 પ્રતિ લિટર છે.

ગુજરાતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના અંદાજિત દરો


શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદ ₹102.15 ₹98.27 
ગાંધીનગર  ₹102.04₹98.15
રાજકોટ  ₹101.85₹97.99
સુરત₹101.82₹97.95 
વડોદરા₹101.46 ₹97.57
જામનગર ₹102.13₹98.25
તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે જાણી શકશો?

જો તમે તમારા ચોક્કસ શહેરના લેટેસ્ટ રેટ ઘર બેઠા જાણવા માંગતા હોવ, તો તમે સરળતાથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો:

IOCL (ઇન્ડિયન ઓઇલ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર SMS કરો.

HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ): 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર SMS કરો.

BPCL (ભારત પેટ્રોલિયમ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર SMS કરો.

આ પણ વાંચોઃ VIDEO: "ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત...," બ્રિક્સમાં છવાયો સંગીતનો જાદુ, મલેશિયાના PMએ ગાયું ગીત