Petrol Diesel Price Today: ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે, શનિવાર, 5 સપ્ટેમ્બર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કર્યા છે. ઓઇલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે નવા દર જાહેર કરે છે. આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી તેથી સામાન્ય માણસ માટે રાહત છે. જોકે, ચિંતાનું કારણ એ છે કે ક્રૂડ ઓઇલનો ભાવ ફરી એકવાર પ્રતિ બેરલ $100 ની નજીક પહોંચી ગયો છે.
આજે ક્રૂડ ઓઇલ 100 ડોલરને નજીક
ગુરુવારે, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ 0.31% વધારા બાદ $95.33 પ્રતિ બેરલ પર રહ્યો. દરમિયાન, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ની કિંમત 0.14% વધારા બાદ $90.88 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ. નોંધનીય છે કે, 24 જુલાઈ પછી પહેલી વાર ક્રૂડ ઓઇલના ભાવ આ સ્તરે પહોંચ્યા છે.
આજે દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલનો ભાવ
- દિલ્હીમાં, ઇથેનોલ-મુક્ત પેટ્રોલની કિંમત ₹167.35 પ્રતિ લિટર છે.
- દિલ્હીમાં E5 પેટ્રોલની કિંમત ₹109.24 અને E20 પેટ્રોલની કિંમત ₹102.12 પ્રતિ લિટર છે
- મુંબઈ: પેટ્રોલ ₹111.18 અને ડીઝલ ₹97.83 પ્રતિ લિટર.
- જયપુરમાં, પેટ્રોલની કિંમત ₹112.66 અને ડીઝલની કિંમત ₹97.78 પ્રતિ લિટર છે.
- પટનામાં પેટ્રોલનો ભાવ ₹112.70 અને ડીઝલનો ભાવ ₹99.87 પ્રતિ લિટર છે.
- લખનૌમાં પેટ્રોલનો ભાવ ₹102.05 અને ડીઝલનો ભાવ ₹99.28 પ્રતિ લિટર છે.
- ભોપાલમાં પેટ્રોલનો ભાવ ₹114.65 અને ડીઝલનો ભાવ ₹99.74 પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
ગુજરાતમાં શહેર પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડો તફાવત જોવા મળી શકે છે. 3 સપ્ટેમ્બરના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે:
| શહેર | પેટ્રોલ /લિટર | ડીઝલ/લિટર |
| અમદાવાદ | ₹102.15 | ₹98.27 |
| ગાંધીનગર | ₹102.01 | ₹98.13 |
| રાજકોટ | ₹101.85 | ₹97.99 |
| સુરત | ₹102.15 | ₹98.27 |
| વડોદરા | ₹101.46 | ₹97.57 |
| જૂનાગઢ | ₹102.13 | ₹98.19 |
તમારા શહેરના ભાવ કેવી રીતે તપાસશો?
તમે તમારી અનુકૂળતા મુજબ નીચેના નંબર પર SMS કરીને તમારા શહેરના તાજા ભાવ જાણી શકો છો:
- IOCL: 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર SMS કરો.
- HPCL: 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર SMS કરો.
- BPCL: 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર SMS કરો.
આ પણ વાંચો: Krishna Janmashtami 2026 Rashifal: જન્માષ્ટમીએ સર્જાશે અદ્ભૂત રાજયોગ! 4 રાશિનો ગોલ્ડન ટાઇમ થશે શરૂ