પેટ્રોલ અને ડીઝલ દૈનિક જરૂરિયાત છે. તેની કિંમતોને આધારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે ઘટે છે. જો કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં કંઇ ખાસ ઘટાડો કે વધારો થયો નથી. પરંતુ વિવિધ રાજ્યોમાં રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં સામાન્ય વધઘટ થયા કરે છે. ત્યારે 17 ડિસેમ્બરના રોજ પણ દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર આવ્યો છે.

આજે ક્રૂડ ઓઇલનો ભાવ 

આજે  ક્રૂડ ઓઇલના ભાવમાં થોડો ઘટાડો થયો છે, યુએસ ટેરિફ અને OPEC+ ઉત્પાદન યોજનાઓના મૂલ્યાંકનને કારણે બ્રેન્ટ ક્રૂડ લગભગ $69.35  પ્રતિ બેરલ અને WTI ક્રૂડ લગભગ $67.66  પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે MCX ક્રૂડ ઓઇલ લગભગ ₹5229 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે, અને આ અસ્થિરતા વૈશ્વિક પુરવઠા અને માંગના દબાણને કારણે છે.

દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?

  • દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
  • મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
  • કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
  • ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)


શહેર પેટ્રોલ (રૂ.) ડીઝલ (રૂ.)
અમદાવાદ 94.49 90.16
ભાવનગર 96.19 
91.86
ગાંધીનગર 94.93 90.60
પાટણ 95.26 90.96
રાજકોટ 94.27 89.96
વડોદરા 94.23 89.90


એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ

ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.

ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.

હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો.


આ પણ વાંચો-National Herald Case: સોનિયા અને રાહુલ ગાંધીને રાહત, EDની ચાર્જશીટ પર સંજ્ઞાન લેવાનો કોર્ટનો ઇન્કાર