સપ્ટેમ્બર મહિનામાં ભારતના કુલ ઈંધણના વપરાશમાં માસિક ધોરણે 3.9 ટકાનો વધારો થયો છે અને તે 19.26  મિલિયન ટન સુધી પહોંચ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયના PPACના આંકડા મુજબ, વાર્ષિક ધોરણે પણ ઈંધણના વપરાશમાં 3.4 ટકાનો વધારો નોંધાયો છે. પેટ્રોલ અને ડીઝલના વેચાણમાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે.

આજે શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ ? 

જોકે, આજે 7 ઓક્ટોબરે પેટ્રોલ, ડીઝલ, એલપીજી (LPG) અને સીએનજી (CNG)ના ભાવ યથાવત રહેતા થોડી રાહત મળી છે. દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત ₹942 પર સ્થિર છે, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹2810 છે. ડીઝલની વાર્ષિક માંગમાં 5.4 ટકાનો વધારો થયો છે; માસિક ધોરણે ઘટાડો હોવા છતાં પેટ્રોલના વેચાણમાં આશરે 7.9 ટકાનો વાર્ષિક વૃદ્ધિદર નોંધાયો છે. 

આજના પેટ્રોલના લેટેસ્ટ ભાવ 

  • દિલ્હી: ₹102.12 પ્રતિ લિટર
  • મુંબઈ: ₹111.21 પ્રતિ લિટર
  • કોલકાતા: ₹113.51 પ્રતિ લિટર
  • ચેન્નાઈ: ₹107.76 પ્રતિ લિટર
  • ગુરુગ્રામ: ₹102.97 પ્રતિ લિટર
  • લખનૌ: ₹113.81 પ્રતિ લિટર
  • હૈદરાબાદ: ₹115.73 પ્રતિ લિટર

આજના ડીઝલના લેટેસ્ટ ભાવ

  • દિલ્હી: ₹95.20 પ્રતિ લિટર
  • મુંબઈ: ₹97.83 પ્રતિ લિટર
  • કોલકાતા: ₹99.82 પ્રતિ લિટર
  • ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર
  • નોઈડા: ₹95.55 પ્રતિ લિટર
  • જયપુર: ₹98.55 પ્રતિ લિટર

ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ 

શહેર પેટ્રોલ/પ્રતિ લીટર ડીઝલ/ પ્રતિ લીટર 
અમદાવાદ ₹101.83 ₹97.92 
ગાંધીનગર ₹102.36 ₹98.39  
રાજકોટ ₹102.03 ₹98.16
સુરત ₹101.63 ₹97.77  
વડોદરા ₹101.46 ₹97.57
ભાવનગર ₹103.41 ₹99.52