મિડલ ઇસ્ટમાં ચાલી રહેલુ યુદ્ધ કોણ જાણે ક્યારે પૂર્ણ થશે. એક તરફ ટ્રમ્પ કહી રહ્યા છે કે ઇરાન સાથે સમજૂતી માટે વાટાઘાટો ચાલી રહી છે તો બીજી તરફ ઇરાન આ તમામ બાબતોને નકારી રહ્યુ છે. વળી હોર્મુઝ સ્ટ્રેટ પણ બંધ હોવાથી ખાડી દેશોમાંથી ગેસ અને ઓઇલ સપ્લાય બંધ થઇ ગઇ છે. આ તમામને કારણે દેશમાં ગેસ અને ક્રૂડ ઓઇલને લઇને અછતના અહેવાલો આવી રહ્યા છે. જો કે ભારત સરકાર પુરતુ જથ્થો હોવાનું જણાવે છે.
25 માર્ચે પેટ્રોલ ડીઝલનો ભાવ
પરંતુ જો આ યુદ્ધ લાંબુ ચાલે તો સ્થિતિ વિકટ બની શકે છે. ત્યારે આ તમામ વચ્ચે મહત્વના સમાચાર એ છે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે કે નહી ? આવો જાણીએ દેશના મોટા શહેરોમાં 25 માર્ચે શું છે પેટ્રોલ ડીઝલની કિંમત.
25 માર્ચે ક્રૂડ ઓઇલનો ભાવ
અમેરિકા દ્વારા ઈરાનને યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોવાના અહેવાલો તેમજ ટ્રમ્પ દ્વારા અમેરિકાને તેલ અને ગેસ ભેટમાં આપવાના દાવાઓ બાદ તેલના ભાવમાં ઘટાડો થયો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 6% થી વધુનો ઘટાડો થયો છે.
આજે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ બાદ ક્રૂડ ઓઇલના ભાવ ફરી એકવાર ઘટ્યા. બુધવાર, 25 માર્ચ, 2026 ના રોજ, બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ 6.676% ના ઘટાડા પછી ઘટીને $97.922 પ્રતિ બેરલ થયો. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ઈરાનને યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂકવા માટે કેન્દ્રીય મધ્યસ્થીઓનું એક જૂથ બનાવવામાં આવ્યું છે, જે ઉચ્ચ સ્તરીય શાંતિ વાટાઘાટો કરશે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.84 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
અમદાવાદ
| 94.49 | 90.16 |
| ભાવનગર | 96.19 | 91.86 |
| ગાંધીનગર | 94.94 | 90.61 |
રાજકોટ
| 94.78
| 90.47 |
વડોદરા
| 94.23 | 89.90 |
| સુરત | 94.32 | 90.01 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
- ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
- ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
- હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો