પશ્ચિમ એશિયા અને ઈરાન સંઘર્ષની અસરો ઓછી થતાંની સાથે જ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલ (Crude Oil)ના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) આશરે 1% ના ઘટાડા સાથે $79.06 પ્રતિ બેરલ પર આવી ગયું છે, જ્યારે WTI ક્રૂડ પણ $76 પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
તો શું પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી જશે ?
આ ઘટાડા વચ્ચે સામાન્ય જનતામાં પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની આશા જાગી છે. જો કે, પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે સ્થાનિક બજારમાં રિટેલ ભાવો અંગેનો કોઈ પણ અંતિમ નિર્ણય આંતરરાષ્ટ્રીય સ્થિતિનું સંપૂર્ણ મૂલ્યાંકન કર્યા પછી જ લેવામાં આવશે.
$120 થી ઘટીને $80 ની નીચે પહોંચ્યું કાચું તેલ
પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પશ્ચિમ એશિયાની કટોકટી દરમિયાન ક્રૂડ ઓઈલની કિંમતો આકાશે આંબીને $120 પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. પરંતુ હવે વૈશ્વિક પરિસ્થિતિઓ સુધરતા ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. સરકાર હાલ વૈશ્વિક બજારની હલચલ પર સતત નજર રાખી રહી છે અને આગામી સમયમાં ઈંધણના ભાવ અંગેનો નિર્ણય આંતરરાષ્ટ્રીય કિંમતોને આધીન રહેશે.
શું પેટ્રોલ અને ડીઝલ સસ્તા થશે?
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલ સસ્તું થયું હોવા છતાં, ભારતમાં હજુ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ સીધો ફેરફાર કરવામાં આવ્યો નથી. જો કે, કાચા તેલના ઘટતા દરોને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) પરનું નાણાકીય દબાણ ચોક્કસપણે ઓછું થશે. હવે બજારની નજર સરકાર અને તેલ કંપનીઓના આગામી કદમ પર ટકેલી છે. પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગેનો નિર્ણય આંતરરાષ્ટ્રીય બજારના આધારે લેવામાં આવશે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ ?
| શહેર | પેટ્રોલ (₹/લિટર) | ડીઝલ (₹/લિટર) |
| દિલ્હી | 102.12 | 95.20 |
| મુંબઇ | 111.21 | 97.83 |
| કોલકાતા | 113.51 | 99.82 |
| ચેન્નાઇ | 107.77 | 99.55 |
| લખનૌ | 102.05 | 99.28 |
ભારત 40 થી વધુ દેશોમાંથી ક્રૂડ ઓઇલ મેળવે છે
સરકારે સ્પષ્ટતા કરી કે ભારત કોઈ એક દેશ પર નિર્ભર નથી. દેશ 40 થી વધુ દેશોમાંથી ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ખરીદી અંગેના નિર્ણયો કિંમત, રિફાઇનરીની જરૂરિયાતો અને પુરવઠાની વિશ્વસનીયતાને ધ્યાનમાં લઈને લેવામાં આવે છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં 19 જૂન, 2026ના ભાવ
| શહેર | પેટ્રોલ (₹/લિટર) | ડીઝલ (₹/લિટર) |
| અમદાવાદ | ₹101.83 | ₹97.92 |
| ગાંધીનગર | ₹103.34 | ₹98.08 |
| રાજકોટ | ₹101.56
| ₹97.69 |
| સુરત | ₹102.06 | ₹98.19 |
| વડોદરા | ₹101.84 | ₹97.96 |
તમારા વિસ્તારમાં નવીનતમ ભાવ SMS દ્વારા તપાસો
દેશમાં પેટ્રોલિયમ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારના આધારે દરરોજ સવારે 6 વાગ્યે નવા ભાવ અપડેટ કરે છે. ગ્રાહકો તેમના ઘરના આરામથી તેમના શહેરના નવા ભાવ સરળતાથી શોધી શકે છે.
જો તમે ઇન્ડિયન ઓઇલના ગ્રાહક છો, તો 'RSP' લખો, પછી એક જગ્યા અને તમારા શહેરનો કોડ લખો અને તેને ૯૨૨૪૯૯૨૨૪૯ પર મોકલો. ભારત પેટ્રોલિયમના ગ્રાહકો 'RSP' લખો, પછી એક જગ્યા અને શહેરનો કોડ લખો અને ૯૨૨૩૧૧૨૨૨ પર સંદેશ મોકલી શકે છે.
તેવી જ રીતે, હિન્દુસ્તાન પેટ્રોલિયમના ગ્રાહકો 'HPPRICE' લખો અને પછી શહેરનો કોડ લખો અને ૯૨૨૨૨૦૧૧૨૨ પર SMS મોકલી શકે છે. આ પ્રક્રિયાને અનુસરીને તમારા ફોન પર તાત્કાલિક નવીનતમ ભાવ મળશે.