મધ્ય પૂર્વ યુદ્ધે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો કર્યો છે. દિવસ જાય તેમ ક્રૂડ ઓઇલના ભાવ વધતા જાય છે. વળી ઓઇલ ટેન્કરો અને જહાંજ પર પણ હુમલા થઇ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જો કે નંદાદેવી અને શિવાલિક નામનુ જહાજ ગેસનો જથ્થો લઇને ભારત આવી પહોંચ્યુ છે. આ બધાને કારણે શેરબજાર તો ડાઉન જ છે. ત્યારે આવો જાણીએ 17 માર્ચના રોજ દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં શું ફેરફાર આવ્યો.
ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો
આજે સવારે ક્રૂડ ઓઇલના ભાવ રાતોરાત ઘટ્યા પછી, થોડો ઊંચો ટ્રેડિંગ કરી રહ્યા છે, જ્યારે પશ્ચિમ એશિયામાં અનિશ્ચિતતા યથાવત છે. બ્રેન્ટ ક્રૂડ અને વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ, અથવા યુએસ ક્રૂડ વેરિઅન્ટ, બંને રાતોરાત ૩% જેટલા ઘટાડા પછી ૨% વધીને ટ્રેડ કરી રહ્યા છે.
સોમવારે સવારે યુએસ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $100 સુધી પહોંચ્યા હતા પરંતુ વેપાર બંધ થતાં સુધીમાં તે ઘટીને $92 થઈ ગયા. રાતોરાત 2% ઘટાડા છતાં, બ્રેન્ટ ક્રૂડ $100 પ્રતિ બેરલથી ઉપર છે, જે હવે $103 ના સ્તરની નજીક છે. સોમવારે બ્રેન્ટ $106.5 ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.77 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.67 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.02 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.84 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.39 રૂપિયા પ્રતિ લિટર છે.
ગુજરાતના મોટા શહેરોમાં શું છે ભાવ? (ગુડ રિટર્ન અનુસાર)
| શહેર | પેટ્રોલ (રૂ.) | ડીઝલ (રૂ.) |
| અમદાવાદ | 94.68 | 90.35 |
ભાવનગર
| 95.92 | 91.60 |
ગાંધીનગર
| 94.95 | 90.65 |
| રાજકોટ | 94.97 | 89.94 |
વડોદરા
| 94.53 | 90.20 |
| સુરત | 94.75
| 90.44 |
એસએમએસ દ્વારા જાણો પેટ્રોલ અને ડીઝલના ભાવ
ઈન્ડિયન ઓઈલ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9224992249 નંબર પર SMS કરો.
ભારત પેટ્રોલિયમ: RSP અને તમારા શહેરનો પિનકોડ 9223112222 પર SMS કરો.
હિન્દુસ્તાન પેટ્રોલિયમ: 9222201122 નંબર પર તમારા શહેરનો HPP કિંમત અને પિનકોડ SMS કરો
આ પણ વાંચો: Crude Oil Price Hike: તો શું 100ની પાર થઇ જશે પેટ્રોલ ? કાચા તેલની કિંમતમાં જબરદસ્ત ઉછાળો